ચીખલી પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે તાલુકાના સારવણી વિઠ્ઠલવાડી/મોરા ડુંગરી ખાતે આવેલ મહેબૂબ ગુલામ ખલીફાના મકાનની પાસે આવેલ આંબાની વાડીમાં ખુલ્લામાં જુગાર રમતા મહેબૂબ ગુલામ ખલીફા (રહે.સારવણી વિથ્થલ વાડી તા.ચીખલી),કેશુર બરજુલ ધો.પટેલ (રહે.વાંદરવેલા નવાનગર તા.વાંસદા) અશોક ઉર્ફે અનિલ બાબુ પટેલ (રહે.સારવણી ડુંગરી ફળીયા તા.ચીખલી), નિલેશ ભરત નાયકા, છગન લાલા નાયકા (બંને રહે.વાંદરવેલા નાયકીવાડ તા.વાંસદા) એમ પાંચ જેટલાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
જ્યારે પોલીસની રેડ જોઈ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં:જીજે-21-બીજે-5867નો ચાલક મો.સા મૂકી ફરાર થતા પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પકડાયેલા પાંચેયની અંગ ઝડતીના રોકડા રૂ.7,610/- દાવ ઉપરના 1,700/-, 4 નંગ મોબાઈલ કિં.રૂ.5,600/- તેમજ એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ તેમજ એક બજાજ કેલીબર મોટર સાયકલ નં:જીજે-21-ઇ-6710 બંનેની કિં.રૂ.45,000/- ગણી કુલ્લે રૂ.59,910/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનાની વધુ તપાસ એએસઆઇ-મેહુલભાઈ બચુભાઈ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.