તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ચાસાથી ગૌમાંસ સાથે 4 ઝડપાયા, 1 રફૂચક્કર, ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસને ચાસા ગામે ગૌમાંસ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ચાસા ગામના જોગી ફળિયામાં છાપો મારતા મહમદ હસન જોગીના ઘરની પાછળના ભાગે આવેલા મહમદ હસન જોગીના વાડામાં ગેરકાયદે કતલ કરેલું ગૌવંશના અવશેષો અને ચામડું મળી આવ્યું હતું તેમજ અલગ-અલગ જગ્યાએ મળી કુલ 25 કિગ્રા જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે ગૌમાંસ સાથે મહમદ હસન જોગી, સિરાઝ મહમદ જોગી (રહે. ચાસા જોગી ફળિયુ), યુસુફ ઇસ્માઇલ બદાત, સલીમ અહમદ જોગી (રહે. ચાસા મસ્જીદ ફળિયા)ને ઝડપી લીધા હતા. ગૌવંશની કતલ કરનાર ફારૂક (રહે. જોગવાડ) પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. ચીખલી પોલીસ દ્વારા આ બનાવ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...