ક્રાઈમ:થાલા હાઈવે પર ટેમ્પોમાંથી 3.12 લાખનો દારૂ ઝડપાયો

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુદ્દામાલ સાથે ટેમ્પોચાલકની ધરપકડ

નવસારી એલસીબીએ થાલા હાઈવે નં. 48 પર દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડી રૂ. 7.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવની પોલીસ સૂત્રોએ આપેલી માહિતિ અનુસાર નવસારી એલસીબી ચીખલી નજીક પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે દમણથી ટાટા ટેમ્પો (નં. એમએચ-04-ઈવાય-9414)માં દારૂ ભરી જનાર છે. બાતમીના આધારે એલસીબીની ટીમે વલસાડ-સુરત હાઈવે નં. 48 પર થાલા ગામની હદમાં વોચ ગોઠવી હતી. દરમિયન બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં 26 જેટલા પૂંઠાના બોક્ષમાં લઈ જવાતો વિદેશી દારૂ તેમજ ટીન-બિયરની નાની-મોટી 2064 બોટલ કિંમત રૂ. 3.12 લાખ મળી આવી હતી. પોલીસે ટેમ્પો ચાલક દતાત્રેય ગરબડ જકરું પવાર (હાલ રહે. નાની દમણ, મૂળ રહે.શિરપુર મહાદેવ મંદિરની બાજુમાં ધૂલીયા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો મળી કુલ રૂ. 7.13 લાખનો મુદ્દામાલ કબજે કરી દમણના નરેશ ચંદ્રશેખર યાદવને વોન્ટેડ જાહેર કરી ગણદેવીના પીએસઆઇ પી.એચ.કુશવાહા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...