કામગીરી:ચીખલીમાં નવા 27 હજાર આયુષ્માન કાર્ડ વિતરણ કરાયા

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આગામી 10મી જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ માટે ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. તાલુકાના આરોગ્ય અધિકારી એ.બી.સોનવણેના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતોથી શરૂઆત કરી હવે ઘરે ઘર જઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં તાલુકામાં નવા 27 હજાર આયુષ્યમાન ભારત કાર્ડ લાભાર્થીઓને વિતરણ કરી દેવામાં આવ્યા છે. આયુષ્યમાન ભારત કાર્ડમાં 5 લાખ રૂપિયા સુધીની ગંભીર બિમારીમાં સારવાર વિનામૂલ્યે થતી હોય છે. આમ જરૂરિયાતમંદ પરિવારો માટે આરોગ્ય વિભાગની આ યોજના આશીર્વાદરૂપ સમાન છે.

ચીખલી તાલુકામાં હાલ આયુષ્યમાન ભારત કાર્ડ માટે ઝુંબેશ હાથ ધરાતા અનેક લોકોને રાહત થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના રાનકૂૂવા, ટાંકલ, ફડવેલ, આલીપોર, સાદકપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવી છે. હાલ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...