છેતરપિંડી:NRI ખેડૂતના 2.12 કરોડની વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાઉં કર્યા

ચીખલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આધાર પુરાવા આપ્યા છતાં પોલીસે કાર્યવાહી ન કરતા ઉચ્ચકક્ષાએ રાવ

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માં સંપાદિત આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની જમીનની 2.12 કરોડ જેટલી વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાઉં કરી જનારાઓ સામે આધાર પુરાવા સાથેની લેખિત રજૂઆત છતાં પોલીસ દ્વારા ગુનો દાખલ ન કરાતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મનોજ રામદાસ ગાયકવાડ (રહે. નદી મહોલ્લો, ખૂંધ, તા.ચીખલી)એ ચીખલી પોલીસ, એસ.પી. કચેરી, કલેકટર કચેરીમાં આલીપોરના બે અને સુરતના બે વકીલ સહિત ચાર સામે આપેલ લેખિત ફરિયાદ આપી છે.

જેમાં જણાવ્યાનુસાર આલીપોરના બે સ્થાનિક વ્યક્તિ મારફત તેને આલીપોરની એક હોટલ પર બોલાવી ત્યાં સુરતથી આવેલ અન્ય બેએ વકીલ હોવાની ઓળખ આપી કાયદેસરના કાગળોનું કામ કરવાનું છે. તેમાં કાર્યવાહી પુરી થયા બાદ તને 2.50 લાખ રૂપિયા જેટલી રકમ ચેકથી આપી દઇશું તેમ જણાવ્યું હતું. બીજા દિવસે નવો મોબાઇલ નંબર લેવડાવી ચીખલી બેંક ઓફ બરોડામાં તેની પાસે નવું એકાઉન્ટ ખોલાવી તેમાં નવા મોબાઈલ અને પાસબુક પણ લઈ ગયેલા અને 100 પાનાની ચેકબુકના અંદાજે 15 જેટલા કોરા ચેક પર સહી કરાવી લીધી હતી.

થોડા દિવસ બાદ બેંક પર બોલાવી ચેક દ્વારા મોટી રકમ ઉપાડી વિમલના થેલામાં રૂપિયા ભરી આ રૂપિયા જેના છે તેને અમે આપી દઇશું એમ જણાવ્યું હતું. આ પ્રકારે સતત સાત-આઠ દિવસ કરી રૂપિયા ઉપાડી લઈ તેમને વાયદા મુજબ અઢી લાખનો ચેક આપ્યો હતો પરંતુ તે ચેક બાઉન્સ થયો હતો.

બાદમાં મનોજ ગાયકવાડને પોતે ખેડૂત નહીં હોવા છતાં કોઈ ખેડૂત ખાતેદારોનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી એક્સપ્રેસ-વે સંપાદિત થતી જમીનના વળતરના નાણાં તેમના ખાતામાં જમા કરાવડાવી કોરા ચેક પર સહી કરાવી લઈ રૂ. 2,12,39,039 રકમ જમા કરાવી ઉપાડી લેવામાં આવી હતી. આલીપોરનો મૂળ માલિક એનઆરઆઇ હોવા છતાં તેમના નામે કામગીરી કરાતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...