તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસૂલાત:જિલ્લામાં 1 વર્ષમાં ખનીજ ચોરીના 131 કેસમાં 2 કરોડની વસૂલાત કરાઇ

ચીખલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂસ્તર શાસ્ત્રીની ટીમના દરોડાથી સરકારને આવક

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા ચીખલી સહિત સમગ્ર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃતિઓ કરનારા સામે લાલ આંખ કરી છેલ્લા એક વર્ષમાં 131 જેટલા કેસ કરી રૂ. 2 કરોડથી વધુની રકમની વસૂલાત કરી છે. ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહેલી દંડનીય કાર્યવાહીમાં સરકારી તિજોરીમાં પણ મોટી રકમ જમા થઈ છે.

નવસારી જિલ્લામાં કોરોનાની મહામારી સંદર્ભે તાજેતરમાં જ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન 1 કરોડ કરતા વધુની રકમ ફાળવવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલના સીધા માર્ગદર્શન અને સુચનાનુસાર છેલ્લા વર્ષમાં રેતી, માટી, કપચીના ગેરકાયદે ખાણકામ, સંગ્રહ તથા નિકાસ બદલ તપાસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરતા કુલ 131 જેટલા કેસ કરી બે કરોડથી વધુ રકમની વસૂલાત કરવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ-2021માં છેલ્લા પાંચ માસમાં ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે 55 જેટલા કેસ કરી અંદાજે 79 લાખની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે. હાલ મે મહિનામાં ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલ દ્વારા સતત નિગરાણી રાખી ગેરકાયદેસર ખાણકામ, સંગ્રહ નિકાસ અન્યવે ચીખલી સહિત સમગ્ર જિલ્લામાં અલગ-અલગ કેસોમાં આશરે 1.90 કરોડ રૂપિયાની દંડનીય નોટીસ ફટકારી વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 70 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનાર સામે કડક અભિગમને પગલે સરકારી તિજોરીમાં પણ સારી એવી આવક થવા સાથે ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે લગામ રહેવા પામી હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...