ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા ચીખલી કેન્દ્રનું 87.70 ટકા પરિણામ આવ્યું હતું. કુકેરીની શાંતાબા અને ફડવેલ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ હતી.
ફડવેલની એચ.ડી સાર્વજનિક વિદ્યામંદિરનું ધોરણ-12નું 100 ટકા પરિણામમાં પ્રથમ ક્રમે સોનાલી પટેલ 81.85 ટકા, બીજા ક્રમે રિયા પટેલ 79.14 ટકા અને ત્રીજા ક્રમે મયુરી પટેલ 78.42 ટકા આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દેસાઈ, ઉપપ્રમુખ હર્ષદભાઈ, મંત્રી બીપીનભાઈ સહિતનાએ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા. કુકેરીની શાંતાબા વિદ્યાલયના 100 ટકા પરિણામમાં પ્રથમ વિભૂતિ ચૌધરી 89.86 ટકા, બીજા ક્રમે વૈશાલી બારીયા 86.14 ટકા, તૃતીય ક્રમે સ્નેહબેન માહલા 85.29 ટકા આવતા તમામને સંસ્થાના કર્તાહર્તા પરિમલસિંહ પરમારે અભિનંદન પાઠવ્યા હતા.
શાંતાબા શાળામાં સરકારની ગ્રાંટ વિના રહેવા જમવાની વિનામૂલ્યે સગવડ સાથે ગરીબ નિરાધાર બાળકોને આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પીપલગભાણ એમ.જી.વશી હાઈસ્કૂલનું 88.89 ટકા પરિણામ, શાળામાં પ્રથમ દ્રષ્ટિ પટેલ 80 ટકા, બીજા ક્રમે અભિષેક પટેલ 77 ટકા, જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરનું 97.20 ટકા પરિણામ, શાળામાં પ્રથમ ક્રમે લાજપોરિયા શાહીન 91.71 ટકા, બીજા ક્રમે સોલંકી મનસ્વીબેન 88 ટકા, દા.એ.ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલીનું 78.21 ટકા પરિણામમાં પ્રથમ ક્રમે આર્ચી પાંચાલ 88.28 ટકા, બીજા ક્રમે વિધિ પટેલ 88.28 ટકા આવ્યા હતા.
બી.એલ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ રાનકૂવાનું 97.10 ટકા પરિણામમાં પ્રથમ ક્રમે શેખ સમીના 85.14 ટકા, બીજા ક્રમે સાહિલ નટુભાઈ 83.71 ટકા, ચીખલીની એ બી સ્કૂલનું 86.96 ટકા પરિણામ આવ્યું હતું. એ.બી.સ્કૂલના 10 વિદ્યાર્થીએ મુખ્ય વિષયોમાં 90 ટકાથી વધુ ગુણ મેળવ્યાં હતા. શાળાના 10 વિદ્યાર્થીએ એ-2 ગ્રેડ મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.