તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:માત્ર ચીખલીમાં 10 કેસ, જિલ્લામાં 13

નવસારી-ચીખલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વધુ 2 વિદ્યાર્થિની પોઝિટિવ, રોજબરોજ છાત્રો સંક્રમિત છતાં તંત્ર બેધ્યાન
 • કુલ કેસ 1683, વધુ 3 દર્દી સાથે કુલ રિકવર 1513, એક્ટિવ કેસ વધીને 68એ પહોંચ્યા

નવસારી જિલ્લામાં રવિવારે માત્ર ચીખલીમાં જ 10 કેસ સહિત કોરોનાના વધુ 13 નવા કેસ નોંધાયા હતા, જેમાં 2 વિદ્યાર્થિની પણ છે. રોજબરોજ જુદીજુદી શાળાના છાત્રો સંક્રમિત થઇ રહ્યા છે છતાં જિલ્લા શિક્ષણ વિભાગ બેધ્યાન હોય તેમ કોઇ ઠોસ પગલાં લેવાતા નથી. મહાનગરોમાં શાળા કોલેજો બંધ છે. જ્યારે વસતિની દ્રષ્ટિએ મહાપાલિકા જેવડા નવસારીમાં કોરોનાના ખોફ વચ્ચે પણ તમામ શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ છે.

જેમાં હવે વધુ તકેદારી સાથે સાવધ બનવાનો સમય પાકી ગયો છે. રવિવારે સતત ત્રીજે દિવસે જિલ્લામાં બે આકમાં કોરોનાના કેસો સરકારી ચોપડે નોંધાયા હતા. નોંધનીય બાબત એ હતી કે તેમાં ચીખલી તાલુકાના જ 10 કેસ તો હતા. આ ઉપરાંત ગણદેવી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 કેસ હતો. જે કેસો બહાર આવ્યા તેમાં 2 વિદ્યાર્થીઓ પણ સામેલ થાય છે. નોગામાં શાળામાં ભણતી 13 વર્ષીય વિદ્યાર્થીની અને થાલામા રહેતી પહેલા ધોરણમાં ભણતી 7 વર્ષની છોકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં જે 10 કેસ નોંધાયા હતા, તે તમામ આર ટી પી સી આર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.

વધુ 13 કેસો સાથે જિલ્લાના કુલ કેસો 1683 થઈ ગયા છે. રવિવારે કોરોનાની સારવાર લેતા 3 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવર કેસો 1513 થઈ ગયા છે. એક્ટિવ કેસ વધી 68 થઈ ગયા છે.

આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો
- ચીખલી : નોગામાં, દેગામ, થાલા નહેર ફળીયા, થાલા ગાયત્રીનગર, થાલા સર્વમંગલ એપાર્ટમેન્ટ, થાલા ચીખલી, બામનવાડા, સાદકપોર, પીપલગભણ, મિયાઝરી ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે.
- ગણદેવી : અમલસાડ કાયતલાવ,ખાપરિયા ગામે પણ પોઝિટિવ કેસ છે.
- વાંસદા : તાલુકાના એક માત્ર નાની વાલઝર ગામે કેસ છે.
5 દિવસમાં એક્ટિવ કેસમાં બમણો વધારો
છેલ્લા 5 દિવસમાં નવા કેસો વધવાની સામે રિકવર કેસો ઓછા થતા એક્ટિવ કેસ જિલ્લામાં ઝડપથી વધ્યા છે. 5 દિવસ અગાઉ માંડ 32 એક્ટિવ કેસ હતા, તે હાલ 68 થઈ ગયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે, માત્ર 7 જ હોસ્પિટલમાં છે, બાકીના 61 તો હોમ આઇસોલેસનમાં જ છે.
હવે 101 વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
ઝડપભેર કેસો વધવાની સાથે જિલ્લામાં વધુ ને વધુ વિસ્તારોને કન્ટેઇનમેન્ટમાં મુકવા પડ્યા છે. હાલ 101 વિસ્તારો કન્ટેઇનમેન્ટ વિસ્તારો છે. જેમાં સામેલ 1614 ઘરોમાં મેડિકલ ટીમો દૈનિક સર્વેની કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો