તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી એલસીબીએ ચીખલી નજીકથી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.નવસારી એલસીબી ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પો.કો. કિરણભાઈ ભગુભાઈ તથા પો.કો. વિપુલભાઇ નાનુભાઈને બાતમી મળી હતી કે ચીખલીના સમરોલી રામનગર સ્વામિનારાયણ મંદિર પાસે પિયુષ દિનેશભાઇ પાંચાલના ઘરની બહાર સફેદ કલરની આઈ-20 કાર (નં. જીજે-21-સીએ-4917)માં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે. બાતમીના આધારે નવસારી એલસીબીએ રેડ કરતા કારમાંથી વિદેશી દારૂ-ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ 334 કિંમત રૂ. 38800 મળી આવી હતી.
પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 4 લાખ, મોબાઈલ નંગ 1 કિં. રૂ 500 મળી કુલ રૂ. 4,39,300નો મુદ્દામાલ કબજે કરી આરોપી પાસે દારૂના જથ્થાની પાસ પરમીટ માંગતા ન હોવાની કબૂલાત કરતા પિયુષ દિનેશભાઇ પાંચાલ (રહે. રામનગર સોસાયટી, સમરોલી, તા.ચીખલી)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર દિનકર પટેલ (રહે. કુંભાર ફળિયા, ગોપીવાડી તા.જિ.નવસારી) તેમજ દારૂનો જથ્થો આપનાર દેવો (રહે. સાદડવેલ)ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.