કાર્યવાહી:સરૈયા પાસેથી કારમાંથી 1.90 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

ચીખલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી પોલીસની અંબિકા પુલ પાસે કાર્યવાહી
  • દારૂ મંગાવનાર-ભરનાર સહિત 3 વોન્ટેડ

ચીખલી પોલીસે સરૈયા અંબિકા નદીના પુલ પાસેથી કારમાંથી 1.90 લાખનો વિદેશી દારૂ ઝડપી 7.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની અટક કરી ત્રણને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી હતી. ચીખલી પીઆઇ પી.જી.ચૌધરી, પીએસઆઇ ડી.આર.પઢેરિયા સર્વેલન્સ સ્ટાફના તાહીરઅલી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી ટાંકલ-સણવલ્લા રોડ પર સરૈયા અંબિકા નદીના પુલના છેડે કાર (નં. જીજે-21-એએચ-8998)ને અટકાવી હતી. પોલીસે તેમાં તપાસ કરતા ટીન બિયર નંગ 1965 કિંમત રૂ. 1,90,500 મળી આવ્યો હતો.

પોલીસે દારૂ સહિત કાર મળી કુલ રૂ. 7,94,500નો મુદ્દામાલ કબ્જે કરી કેયુર ભંડારી (રહે.મરી માતાના મંદિર પાસે, બારડોલી, જિ.સુરત)ની અટક કરી હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી ગાડી આપનાર જીગર ઉર્ફે જીગો પટેલ (રહે. ભેંસરોલ-દમણ) અને દારૂનો જથ્થો મંગાવનાર ભરત રાઠોડ (રહે. પલસાણા જિ.સુરત) તેમજ રાજુ વસાવા (રહે. કામરેજ જિ.સુરત)ને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લા પોલીસે દારૂબંધી માટે સખત કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી દારૂની હેરાફેરી કરનારાઓને નાથવા પોલીસે પેટ્ર્ોલિંગ પણ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...