ચીખલીના કાંગવઇ નજીક અકસ્માતમાં એક જણનું મૃત્યુ થયું જ્યારે 3 જણાને ઈજા થઈ હતી. ચીખલી તાલુકાના રાનવેરી ખુર્ડ ગામે રહેતા કાંતિલાલ મણિલાલ પટેલ પત્ની સાથે રૂમલા સાસરી ખાતે પોતાની એક્ટિવા નં:જીજે-21-બીક્યું-8061 લઈને જઇ રહ્યા હતા.
દરમ્યાન કાંગવઇ ગોસમાઈ માતા મંદિર પાસે ટાંકલ-ધોલિકુવા તરફ જતા રોડ ઉપર એક હીરો સ્પ્લેન્ડર નં:જીજે-21-બીજે-8116ના ચાલકે પોતાના કબ્જાની મોટર સાયકલ પુરઝડપે હંકારી લાવી એક્ટિવા સાથે અકસ્માત કરતા એક્ટિવા મોપેડ ઉપર સવાર કાંતિલાલ પટેલને ડાબા કપાળ ઉપર ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મરણ ગયેલ જ્યારે એક્ટિવા પાછળ બેસેલ પત્નીને મોઢાના ભાગે સામાન્ય ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે હીરો સ્પેલન્ડર મોટર સાયકલ ઉપર સવાર બંને ઇસમોને પણ ઇજા થતાં 106 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ભાવેશ કાંતિલાલ પટેલે કરતા પોલીસે સ્પેલન્ડર મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ રાનકુવા ચોકીના પીએસઆઇ-પી.વી.વસાવા કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.