તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી એસઓજીની ટીમે ચીખલી પંથકમાં આવેલી હોટલ નજીકથી રૂ.10,505ની કિંમતનો શંકાસ્પદ એક્ઝોસ્ટ ફ્યુલ્ડના 20 લીટરનો જથ્થો ઝડપી લીધો હતો. આ કેસમાં પોલીસે એક શખસની અટક કરી તેની પૂછપરછ હાથ ધરી છે. નવસારી જિલ્લા પોલીસ છેલ્લા કેટલાક સમયથી ઓઇલ ચોરીના કૌભાંડને ઝડપી પાડવા પ્રયત્નશીલ બની છે. પોલીસને હજી સુધી ધારેલી સફળતા મળી નથી. જેને પગલે પોલીસે આ દિશામાં વધુ પ્રયાસો કરી કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી એસઓજી પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચીખલી નજીક થાલા ને.હા પર આવેલ હોટલ પવન પેલેસ ખાતે ચેક કરતા કેસ કાઉન્ટરના આગળના ભાગે ટાટા જેન્યુન પાર્ટ્સ, ટાટા જેન્યુન ડી.ઇ.એફ એક્ઝોસ્ટ ફલ્યુલ્ડના 20 લીટરના 11 ડબ્બા સીલબંધ હાલતમાં મળી આવતા અને જે અંગે કેસ કાઉન્ટર પર હાજર હોટલ માલિક હીરારામ રાજુરામ પ્રજાપતિ (ઉ.વ-31) (રહે.પવન પેલેસ હોટલ થાલા તા.ચીખલી) કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે રૂ.10,505/- ના મુદ્દામાલ શંકાસ્પદ જણાઈ આવતા કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ 41 (1) ડી મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.