કાર્યવાહી:નોગામા ગામે ઘરમાંથી 4.50 લાખની ઇલે.સહિતની વસ્તુઓ સાથે 1 ઝબ્બે

ચીખલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ સામગ્રી ચોરી કે છળકપટથી મેળવી હોવાની આશંકા સાથે કાર્યવાહી

ચીખલી પોલીસે બાતમીને પગલે નોગામાના શખસના ઘરે છાપો મારી રહેણાંક મકાનમાંથી લેપટોપ, મોબાઈલ, ગેસ સિલિન્ડર, ટીવી સહિતનો રૂ. 4.50 લાખનો મુદ્દામાલ 41 (1) (ડી) મુજબ કબજે લઈ એકની અટક કરી તપાસ હાથ ધરી હતી.

ચીખલીના નોગામા ગામના વાણિયાવાડમાં રહેતા પરિમલ પોતાના ઘરે અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને રાંધણ ગેસના સિલિન્ડર તથા અન્ય ચીજવસ્તુઓ ચોરી અથવા છળકપટથી મેળવીને રાખી છે. બાતમીના આધારે ચીખલીના પીઆઇ-કે.જે.ચૌધરીની સૂચનાથી એએસઆઈ મેહુલભાઈ, વિજયભાઈ, મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, ગણપતભાઈ સહિતના સ્ટાફે નોગામા-વાણિયાવાડમાં રહેણાંક મકાનમાં છાપો મારી મકાનમાંથી રૂ. 4.50 લાખનો મુદ્દામાલ કબજે લઈ પરિમલની અટક કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે કબજે લીધેલો મુદ્દામાલ
14 ગેસ સિલિન્ડર કિંમત રૂ. 14 હજાર, 3 ફ્રિઝ કિંમત રૂ. 25 હજાર, 11 એલઇડી અને સાદા ટીવી કિંમત રૂ.42,900, 6 લેપટોપ કિંમત રૂ. 87 હજાર, 50 મોબાઈલ કિંમત રૂ. 2,40,300, 1 નિકોન કેમેરો કિંમત રૂ.25 હજાર, 1 પેટ્રોલનું મશીન કિંમત રૂ. 10 હજાર, હોમ થિયેટર અને સ્પીકર કિંમત રૂ. 3 હજાર, વજન કાંટો કિંમત રૂ. 3 હજાર

અન્ય સમાચારો પણ છે...