ધરપકડના ચક્રો ગતિમાન:દેગામ ક્વોરીમાં થયેલી ચોરીમાં 1 ઝબ્બે, 5 ફરાર

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસ પૂર્વે 1.34 લાખની ચોરી થઇ હતી

ચીખલી તાલુકાના દેગામ ક્વોરીમાંથી દોઢેક માસ પૂર્વે થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી હતી. એલસીબીએ એકને દબોચી લઇ રૂ. 1.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે હજુ પાંચ આરોપી ફરાર છે.

ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ કનેરીયા ક્વોરીમાં દોઢેક માસ પૂર્વે ચોરટાઓ એસી, લોખંડનો ભંગાર, ઓઇલ, ડીઝલ તેમજ અન્ય ક્વોરીનો સામાન સહિત લાખોની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા. આ ચોરીના બનાવ અંગે ક્વોરીના સંચાલક દિલીપભાઈ કનેરીયા (રહે.વલસાડ)એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ એલસીબીએ હાથ ધરી હતી.

એસલીબીએ સોહિલ રિયાઝ કુરેશી (ઉ.વ. 25, રહે. બામણવેલ, વાંઝરી ફળિયા, તા.ચીખલી)ને ઝડપી પાડી એક એસીનું ઇન્ડોર યુનિટ, ક્રસર પ્લાન્ટ તેમજ ટ્રકના સ્પેરપાર્ટસ, પાણીની ઇલેક્ટ્રીક મોટર, કનેરીયા લખેલા પાણીના સબમર્શિબલ પંપ સહિત રૂ. 1.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સાથે પકડાયેલ આરોપીના અન્ય સાગરીતો હમઝા રિયાઝ કુરેશી (રહે. બામણવેલ, વાંઝરી ફળિયા, તા.ચીખલી), આમેર મુસ્તાક કુરેશી (રહે.યુ.પી), સંજય (રહે. વઘઇ-ડાંગ) તથા તેના બે મિત્રો મળી 5 જણાંને ફરાર જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...