ધરપકડ:ખૂંધમાં સરપંચના નામે 2 લાખની લાંચ લેતો 1 ઝડપાયો, 1 ફરાર

ચીખલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ACB માં ફરિયાદ થતા છટકામાં આરોપી ઝડપાઇ ગયો

ચીખલીના ખૂંધમાં સરપંચના નામે વચેટીયાએ એનઓસી કઢાવવા માટે ફરિયાદી પાસે 2 લાખની લાંચ માગ કરી હતી. ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને 2 લાખની રોકડ સાથે વચેટીયાની અટક કરી હતી. અન્ય એકને ફરાર જાહેર કર્યો હતો.

ચીખલીના ખૂંધમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદીની ચીખલીના ખૂંધ ગામે આવેલી સંયુકત માલિકીની જમીનમાં સિમેન્ટ આર્ટીકલ પ્રોડકટ બનાવવાનુ કામ શરૂ કરવા ‘એનઓસી’ની જરૂર હતી. જેથી ખૂંધ ગ્રામ પંચાયતનાં સરપંચ તથા ઉપસરપંચ પાસેથી લેવાનો હોય જેથી મનોજ ગાયકવાડ નામના વ્યક્તિએ ફરિયાદીને સરપંચ તથા ઉપસરપંચ સાથે વાત થઇ ગઈ હોવાનું જણાવ્યું હતું.

ખૂંધ ગ્રામ પંચાયતમાંથી દાખલો મેળવી આપવાનાં અવેજ પેટે સરપંચ તથા ઉપસરપંચનાં નામે 2 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને પગલે નવસારી એસીબી પીઆઇ કે.જે. ચૌધરી અને સુરત એસીબી પીઆઈ એન.પી.ગોહિલની ટીમે ગુરૂવારે છટકું ગોઠવ્યું હતું.

ફરિયાદીને ચીખલી રેફરલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં પી.એમ. રૂમ સામે આવેલ બેઠકવાળી જગ્યાએ મનોજ ગાયકવાડે 2 લાખ રોકડા લઈને બોલાવ્યો હતો. ફરિયાદી તે નાણાં આપતા તે મળી ગયાનું મનોજે ફોન ઉપર સરપંચ તરીકે રોનક શર્મા નામના વ્યક્તિ સાથે વાત કરાવી હતી. દરમિયાન લાંચના 2 લાખ રોકડા લેવા જતા એસીબીએ આરોપી મનોજ ગાયકવાડને રંગે હાથે ઝડપી લીધો હતો. જ્યારે સરપંચ તરીકે ઓળખ આપનાર રોનક શર્માને ફરાર જાહેર કરી વધુ તપાસ નવસારી એસીબી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...