તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર દેશમાં હાલ અયોધ્યામાં બનનારા ભવ્યતમ ભગવાન રામના મંદિર માટે સૌ લોકો પોતાનો ફાળો આપી શકે તે માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેને રામ મંદિર સમર્પણ નિધિ અભિયાન એમ નામ આપવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશના દરેક ગામો, શહેરોમાં તે માટે પ્રતિનિધિની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ) સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જેવી સંસ્થાઓ આ માટે કાર્ય કરી રહી છે. તેઓ ઘરે ઘરે ફરી રામ મંદિર માટે દાન આપવા ઇચ્છિત લોકો પાસેથી દાન ઉઘરાવી તેમને તે અંગેની પહોંચ પણ આપી રહ્યા છે.
દરમિયાન રવિવારે આર.એસ.એસ.ના કાર્યકરો બીલીમોરા પશ્ચિમ વિસ્તારમાં ગર્લ્સ સ્કુલ પાસે આવેલ ચીકલવાડી પાસે દાન ઉઘરાવવાના કાર્ય અર્થે ફરી રહ્યા હતા. જ્યાં તેઓ ચીખલી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ સોલંકી (રહે. નરોત્તમ પાર્ક સોસાયટી, ચીકલ વાડી)ના ઘરે પહોંચ્યા હતા. તેમના ઘરે તેમની ચાર વર્ષની પુત્રી ઝીવા વિશાલભાઈ સોલંકી પણ હતી. તેણે તેના પિતા અને આરએસએસના કાર્યકરો વચ્ચે દાન અંગેની વાતચીત સાંભળી તુરંત ઘરમાં જઈને તેના સાચવેલા તેના ગુલ્લકમાં ભેગા કરેલા રૂપિયા રામ મંદિર સમર્પણ નિધિમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તે સાંભળી સૌ આનંદિત થઈ ગયા હતા. એક નાની બાળકી પણ અયોધ્યામાં બનનાર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ પાછળ તેના સાચવેલા રૂ. 2727 આપતા નિધિ સમર્પણ અભિયાનના કાર્યકરોએ તેણીને આ અંગેની પહોંચ પણ આપી તેનું અભિવાદન કર્યું હતું. રામાયણની કથા જેમાં વાનર સેના મોટા મોટા પથ્થરો સાથે રામ સેતુ બાંધી રહ્યા હતા ત્યારે એક ખિસકોલી પણ નાના નાના પથ્થરો પાણીમાં નાંખી આ કાર્યમાં સહાયક બની હતી તેજ રીતે ઝીવાએ પણ પોતાની બચત રામ મંદિર નિર્માણ કાર્ય હેતુ આપી આ ખિસકોલીની કથાને સાર્થક કરી હોય તેમ સૌએ તેને વધાવી લીધી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.