પ્રિમોન્સુન:બીલીમોરા ઓવરબ્રિજના કામથી ચોમાસામાં સ્થિતિ વણસવાની વકી, છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં

બીલીમોરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે ચોમાસાને માંડ ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પાલિકા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ કામગીરી શરૂ થઈ ગઈ છે. જ્યારે ઘણી જગ્યાએ હજુ કામગીરી બાકી છે. બીલીમોરામાં છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં છે. પાલિકાના અણઘડ વહીવટના કારણે ઓવરબ્રિજનું કામ લંબાયું હતું. હાલ રેલ્વે ઓવરબ્રિજનું કામ બીલીમોરા એમ.જી.રોડ. અને એસ.વી.પટેલ રોડ પર પ્રગતિમાં છે ત્યારે આ માર્ગ પર ઓવરબ્રિજના પાયાનું કામ ચાલી રહ્યું હોય મસમોટા ખાડા કરવામાં આવ્યા છે. જેમાં હાલ કામ ચાલી રહ્યું છે તેમજ ખાડો કરવામાં આવ્યો હોય આસપાસ માટીના ઢગલા પડયા છે. હવે ચોમાસાને ગતરીના દિવસો રહ્યા છે ત્યારે એમ.જી.રોડ તો બંધ જ હાલતમાં જેમ તેમ માત્ર બાઈક જ આવ જાવ કરે છે. આ ચોમાસામાં ભારે તકલીફ સર્જાવાની દહેશત સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોમાસામાં ઓવરબ્રિજના ખાડામાં પાણી ભરાવાના કારણે તકલીફ વધશે. એમ.જી.રોડ પર વસતા સ્થાનિકો માટે આ ચોમાસુ ભારે મુશ્કેલીભર્યું જવાની ભીતિ સેવી રહ્યા છે. જેમાં પાલિકાની ઢીલી કામગીરીને પગલે ઓવરબ્રિજની કામગીરી લંબાઈ રહી છે. ઓવરબ્રિજમાં નડતરરૂપ પાલિકાની પાણી-ગટર લાઇન તેમજ અન્ય લાઈન શિફટીંગની કામગીરીમાં ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી કરતા ઓવરબ્રિજને આગળની ચાલ નહીં મળતા કામગીરી ધીમી રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...