હુમલાખોરની ધરપકડ:મારી પત્ની સાથે પ્રેમસબંધ કેમ રાખે છે ? તેમ કહીં પતિનો પ્રેમી ઉપર કુહાડીથી હુમલો

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોયંદી ભાઠલા ગામની ઘટના, પ્રેમીની હાલત ગંભીર

બીલીમોરા નજીકના ગોંયદી-ભાઠલાના સિકા ફળિયામાં રહેતા નિલેશભાઈ પટેલ (ઉ.વ. 46)એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેનો નાનો ભાઈ સતિષભાઈ પટેલ (40), તેમની સાથેજ રહે છે અને તે અપરિણીત છે. સતિષને છેલ્લા દસેક વર્ષથી ભાઠલા તળાવ પાળ પાસે રહેતા અશોકભાઈ પટેલની પત્ની પ્રતિક્ષાબેન સાથે દસેક વર્ષથી પ્રેમસંબંધ હોવાની આ વાત નિલેશભાઈના અને અશોકભાઈના પરિવારમાં ખબર હતી.

ગત 15મી મેના રોજ સતિષ રાત્રિના 10 વાગ્યાના અરસામાં મેસ્ટ્રો મોપેડ (નં. GJ-21- BD-2978) પર તળાવ પાળેથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં સતિષની પરિણીત પ્રેમિકાનો પતિ અશોકભાઈ કુહાડી લઈને આવેલો અને તેને રોકીને કહેલું કે, મારી પત્ની સાથે પ્રેમસબંધ કેમ રાખે છે? આજે તો તને જાનથી મારી નાંખવો છે તેમ કહી સતિષના માથાના પાછળના ભાગે કુહાડીના બે ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે સતિષ જમીન ઉપર ફસડી પડ્યો હતો અને હુમલાખોર અશોક ત્યાંથી નાસી ગયો હતો.

જ્યાંથી પસાર થતા ઘાયલ સતીષના પિતરાઈ ભાઈએ સતિષને ઘાયલ અવસ્થામાં જોતા તેણે સતિષના ભાઈ નિલેશભાઈને કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બીલીમોરા ખાનગી હોસ્પિ.માં દાખલ કર્યો હતો. જ્યાંથી ચીખલી અને ત્યારબાદ સુરત ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિ.માં ગંભીર હાલતમાં સતિષને ઘાયલ અવસ્થામાં દાખલ કર્યો હતો. જ્યા તેની હાલત નાજૂક હોવાનું કહેવામાં આવ્યું હતું.

સતિષને છેલ્લા દસેક વર્ષથી અશોકભાઈની પત્ની સાથે પ્રેમસંબંધ હોય આ બાબતની અદાવત રાખી સતિષને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઉપર હુમલો કર્યો હોવાનું સતિષના ભાઈ નિલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું. બીલીમોરા પોલીસે ફરિયાદના આધારે હુમલાખોર અશોક પટેલને ઝડપી પાડી તેને જેલમાં ધકેલી દઈ બીલીમોરામાં પીએસઆઇ ડી.આર.પઢેરીયા તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...