તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા ક્રિકેટ:ભાઠા ઘોડા ફળિયા પ્રિમિયર લીગ ટુર્નામેન્ટમાં મહિલા વિભાગમાં વોરિયર્સ ઓફ 21 ફર્સ્ટ સેન્ચુરી વિજેતા

બીલીમોરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 21 ફર્સ્ટ સેન્ચુરીએ બેટિંગમાં 97 રનની સામે સાંઈ ઇલેવન ટીમ 91 રને સમેટાઇ

સમગ્ર પંથકમાં પ્રથમવાર મહિલા ક્રિકેટે રોમાંચ જગાવ્યો હતો. અમલસાડ નજીક ભાઠા ઘોડા ફળિયા પ્રિમિયર લીગ આયોજિત મહિલા વિભાગની ફાઇનલ રવિવારે યોજાઇ હતી. જેમાં વોરિયર્સ ઓફ 21 ફર્સ્ટ સેન્ચુરી ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે સાંઈ ઇલેવન રનર્સઅપ રહી હતી. જ્યારે પુરુષ વિભાગમાં અયાંશ ટાઇગર વિજેતા રહી હતી.

અમલસાડ- બીલીમોરા માર્ગ પર ભાઠા ઘોડા ફળિયાના આઈશ્રી ખોડિયાર મા યુવક મંડળ દ્વારા ભાઠા ઘોડા ફળિયા પ્રિમિયર લીગ 8 ઓવર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટે રવિવારે ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં મહિલા વિભાગમાં વોરિયર્સ ઓફ 21 ફર્સ્ટ સેન્ચુરીએ પ્રથમ બેટિંગ કરી 97 રનનો સ્કોર કર્યો હતો. દરમિયાન જવાબમાં ઉતરેલી સાંઈ ઇલેવન ટીમે 8 ઓવરને અંતે 91 રન કર્યા હતા. આમ વોરિયર્સ ઓફ 21 ફર્સ્ટ સેન્ચુરી ટીમ 6 રને ચેમ્પિયન બની હતી. જ્યારે સાંઈ ઈલેવન રનર્સઅપ બની હતી.

વિજેતા અને રનર્સઅપ ટીમને પુરસ્કાર સાથે ટ્રોફી એનાયત કરાઈ હતી. મેન ઓફ ધ મેચ ધરતીબેન (53 રન) બની હતી. જ્યારે પુરુષ વિભાગમાં અયાંશ ટાઇગર અને દિશા લાયન્સ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં અયાંશ ટાઇગર ટીમે 4 ઓવરમાં વિના વિકેટ એ 32 રન કરી વિજય મેળવ્યો હતો. બેસ્ટ બેટ્સમેન પ્રિયંક (જેકી), બેસ્ટ બોલર યોગેન્દ્ર (કાલુ) તથા મેન ઓફ ધ સિરીઝ પ્રિયંક (જેકી) રહ્યાં હતાં. આ પ્રસંગે અનેક ક્રિકેટ રસિયાઓએ મેચ નિહાળી યુવા અને મહિલા ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ડો. રાજન દલાલ, અંકુર દેસાઈ, વિમલ નાડપારા, મનિષ પટેલ, હિરેન શાહ, મનિષ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો