સમસ્યા:બીલીમોરા પાલિકામાં વિવિધ સમિતિ રચાશે

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા પાલિકાની વિવિધ સમિતિનો કાર્યકાળ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે હવે આગામી 18મી સપ્ટેમ્બરને શુક્રવારે યોજાનાર સભામાં વિવિધ સમિતિની રચના કરાશે. જેમાં કારોબારી સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ, વોટર વર્ક્સ એન્ડ કન્ટ્રોલિંગ સમિતિ, ફાયર સમિતિ, ડ્રેનેજ સમિતિ, શાળા સમિતિ, ટાઉન પ્લાનિંગ એન્ડ સીટી ઇમપ્રુવમેન્ટ સમિતિ, લાઈટ સમિતિ, તે સિવાય આ વખતે ત્રણ કમિટી વધારે બનાવવામાં આવનાર છે. જેમાં સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક સમિતિ, મહેકમ સમિતિ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ સમિતિ નવી બનાવવામાં આવી છે તેમજ ફાયર અને લાઈટ સમિતિ અગાઉ એકજ હતી જેને પણ અલગ અલગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...