તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિમાનું અનાવરણ:આંતલિયા સર્કલ પર સ્વામી વિવેકાનંદની 6.6 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું અનાવરણ

બીલીમોરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા રામકૃષ્ણ સેવા કેન્દ્ર અને આંતલિયા ગ્રામ પંચાયતનાં સંયુક્ત ઉપક્રમે સોમવારે સવારે આંતલિયા સર્કલ પર 8 ફૂટ ઊંચા ફાઉન્ડેશન પર 6 ફૂટ 6 ઇંચ ઉંચી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની 750 કિલો વજનની કાસ્ય પ્રતિમાનું સ્વામી નિખિલેશ્વરાનંદાજી (પ્રેસિડેન્ટ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશન રાજકોટ)નાં હસ્તે અનાવરણ કરાયું હતું. રંગબેરંગી રોશનીનાં ઝગમગાટ અને પાણીનાં ઉછળતા ફુવારા સાથે સર્કલની રોનક મનમોહક બની હતી. આ પ્રસંગે મહાનુભાવોએ સ્વામીજીના આદર્શો આત્મસાત કરવા હાંકલ કરી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન યશવંત ચૌધરી, ધારાસભ્ય નરેશ પટેલ, ભૂરાભાઈ શાહ, સરપંચ લલીતાબેન પટેલ, નિરંજન પટેલ સહિતના અનેક અગ્રણીઓ, ગ્રામજનો અને રામક્રિષ્ન સેવા કેન્દ્રનાં સ્વયંસેવકો, ટ્રસ્ટીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આંતલિયા સર્કલથી અડધા કિલોમીટરના વિસ્તારમાં આવેલી 20 શૈક્ષણિક સંસ્થા, શાળા, આઈ.ટી.આઈ અને કોલેજોમાં અભ્યાસ કરતા 20 હજાર જેટલા વિદ્યાર્થી અને ઘડિયાળને કાંટે ધબકતા આ સર્કલ પર પ્રતિમા પ્રેરણાસ્ત્રોત બની રહેશે. પ્રો. આશાબેન ભટ્ટે વાણીયા મિલ હાઇસ્કૂલ પરિસર સમારંભનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...