કાર્યવાહી:કાવેરી પુલ પાસે કારમાંથી 65 હજારના દારૂ સાથે બેની અટક

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી એલસીબીએ બાતમી આધારે વાઘરેચ કાવેરી પુલ પાસે કારમાં લઈ જવાતો રૂ. 65 હજારનો દારૂ સાથે બે જણાની અટક કરી હતી. જ્યારે બેને ફરાર જાહેર કર્યા હતા. નવસારી એલસીબી PI ડી.એસ.કોરાટ, PSI એમ.આર.વાળા, PSI એ.આર.સૂર્યવંશી, HC ભાવેશકુમાર જયમનલાલ,HC વિશાલભાઇ હરીભાઇ સહિત સ્ટાફ બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન વિશાલભાઇ હરીભાઇ અને ઇયષુભાઇ ઇશ્વરભાઇને બાતમી મળી હતી કે, SX4 કાર (નં. GJ-21-AA-7345)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વલસાડ તરફથી બીલીમોરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમી આધારે એલસીબીએ વાઘરેચ કાવેરી પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કરતાં તેને રોડ સાઈડે ઉભી રાખી હતી.

કારચાલક માલવ પટેલ (ઉ.વ. 22, રહે. છાપર, તા.ગણદેવી)ને તેમજ રક્ષય પટેલ (ઉ.વ. 30, રહે. મોરલી, તા.ગણદેવી)ને ઉતારી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 760 નંગ બાટલી કિંમત રૂ. 65,600નો મળી આવ્યો હતો. પોલીસે માલવ અને રક્ષયની અટક કરી હતી અને આ દારૂનો જથ્થો ભરાવી આપનાર અને વિરુ (રહે.ક્લમઠા)ને ફરાર જાહેર કર્યો છે. પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 2.50 લાખ અને 2 નંગ મોબાઈલ કિંમત રૂ. 32 હજાર મળી કુલ રૂ. 3,47,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...