ચેન સ્નેચિંગ:બીલીમોરામાં બે ગઠિયા મહિલાની 10 તોલાની ચેન સેરવી રિક્ષામાં પલાયન

બીલીમોરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની ચેન થેલીમાં મુકાવી તે ઝૂટવી લઇ ગોહરબાગમાંથી ભાગી છૂટ્યા

બીલીમોરાની એક ખાનગી હોસ્પિટલમાં આયાનું કામ કરતી મહિલાને બે ગઠિયા વાતોમાં ભોળવી તેના ગળામાં પહેરેલી ચેન સિફતપૂર્વક ઉતરાવી પલાયન થયાં. મહિલાને ચિત્તબ્રહ્મ કરી બંને ગઠિયા રિક્ષામાં નાસી ગયા. મહિલાને ભાન થતાં તપાસ કરતાં ચેન ગાયબ હોવાનું જણાયું. પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી.

બીલીમોરામાં એક ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા હંસાબેન વિનોદભાઈ પટેલ (45 રહે. પીપલધરા, નાયકીવાડ, તા.ગણદેવી) નાઓ સોમવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ગોહરબાગ સ્નેહલ હોસ્પિટલમાં પાસેથી પસાર થઈ રસ્તો ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેમને બે યુવાનોએ આવીને કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં અમારા શેઠ ગરીબોને મદદ કરી રહ્યા છે. એમ.કહી એક થેલી તેમને આપી હતી. જે બાદ હંસાબેન ભાન ભુલ્યા હોય તેમ બંને ઠગોએ તેમને તેમની વાતોમાં ભોળવી તેમને હિપ્નોટાઇઝ કર્યા હતા. જે બાદ હંસાબેન તેમની વાતોમાં આવી તે બંને જેમ કહે તેમ કરવા લાગ્યા બંને ઠગોએ હંસાબેનને કહ્યું કે, તમારી સોનાની ચેન ઉતારી આ થેલીમાં મુકી દો તો હંસાબેને તેમની 10 ગ્રામ સોનાની ચેન ઉતારી થેલીમાં મુકી દીધી હતી. તે બંને જેમ કહે તેમ હંસાબેન કરતા ગયા. પછી તેમણે તેમને વાતોમાં નાંખીને તેમની ચંપલ ઉતારવા કહ્યું તો હંસાબેને તે ચંપલ ઉતારવા વાંકા વળ્યાં કે એક ઠગે તેમના હાથ માની થેલી માંથી સોનાની ચેન ઠંડા હાથે સેરવી લીધી હતી. હંસાબેનને જણાવ્યું હતું કે, અમારા શેઠ તમને હજુ પણ મદદ કરશે. જે બાદ બંને ગઠિયા તેમને વાતોમાં નાંખી રીક્ષામાં બેસી છુમંતર થતાં હતાં.

હંસાબેનને આ ઘટના બાબતે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું ધ્યાને આવત તેમને કાંઈ સુજ્યું નહિ તેઓ હાફળા ફાફળા થઈ ગયા હતા. તેમણે ગઠિયાઓની તપાસ કરતા તેઓતો રફુચક્કર થઈ ગયા હતા. જે બાદ આ સમગ્ર ઘટના બાબતે ભોગ બનનાર મહિલા હંસાબેને બીલીમોરા પોલીસમાં અરજી કરી ફરિયાદ દાખલ કરી છે. બીલીમોરા પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભર બપોરે એકદમ ભરચક વિસ્તારમાં આ ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...