ગણદેવી તાલુકાના ધકવાડા ગામે ભગવાનજી કાળીદાસ વેલફેર મેડીકલ સેન્ટર માં ટ્રસ્ટ અને સહયોગી દાતાઓ નાં સથવારે 19 ઓક્સિજન સુવિધાયુક્ત કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં 71 કોરોનાગ્રસ્ત દર્દીઓને ઘર આંગણે સારવાર લીધી હતી. જેમાં 49 સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા.
17ને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરાયા, 1 દર્દીનું મોત થયું જ્યારે 2 દર્દી સારવાર હેઠળ છે. ધકવાડા ગામે ભગવાનજી કાલિદાસ વેલફેર ટ્રસ્ટ (રમણભાઈ), વિદેશથી વતનનું ઋણ અદા કરતા મહાનુભાવો અને દાતાઓના સંયુક્ત ઉપક્રમે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જેમાં દેશ વિદેશથી રૂ.19 લાખ જેટલું દાન, યુકે સ્થિત ફ્રેન્ડ ગ્રુપ કેસલી દ્રારા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, નવસારી દેસાઈ ફાઉન્ડેશન દ્રારા બાયપેપ મશીન ભેટ મળ્યા હતા. જે સાથે કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવનારા પાંચ ડોક્ટર, 11 નર્સ, 5 વોર્ડબોય અને સહયોગીઓનું બહુમાન કરી મોમેન્ટો અપાયા હતા.
આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, ટ્રસ્ટના ઉપપ્રમુખ લક્ષ્મણ પટેલ(એલટી), ટ્રસ્ટી નરેશ પટેલ (માજી સરપંચ), સરપંચ સુશીલા પટેલ તેમજ અશોક પટેલ, હિમાંશુ વાળા, રાજેશ પટેલ, પરીમલ પટેલ, ભાવેશ પટેલ સહિત અગ્રણીઓ અને ગ્રામજનોની કોરોના કાળ આગવી સેવાઓને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.