બીલીમોરા પોલીસે બાતમી આધારે બીલીમોરા ખાડા માર્કેટ જુની શાકભાજી માર્કેટમાં ખુલ્લા શેડમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 3 જુગારીયાને રૂ. 4010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
બીલીમોરા પોલીસના નિલેશભાઇ નાનજીભાઇ, હે.કો. હિરેનભાઈ મનુભાઇ, અજીતભાઇ નરસિંહભાઇ, PCR મોબાઇલમા બીલીમોરા પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન અમલદાર WASI સુમિત્રાબેને વરદી આપી હતી કે, બીલીમોરા ખાડા માર્કેટ જુની શાકભાજી માર્કેટમાં ખુલ્લા શેડની નીચે કેટલાક શખસો કુંડાળુ વળી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યાં છે. બીલીમોરા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી જુગાર રમતાં સંજયભાઇ મોદી (ઉ.વ. 52, રહે. વલસાડ), ઇબ્રાહિમ પઠાણ (રહે. બીલીમોરા) અને સુરેશભાઇ દેવીપુજક (ઉ.વ. 42, રહે. બીલીમોરા)ને ઝડપી પાડ્યાં હતા. પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલ અને અંગઝડતીના રોકડા રૂ. 4010નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.