લોકોમાં ભય:બીલીમોરાના ગૌહરબાગમાં પાર્કિંગમાં મૂકેલી કારમાંથી ટેપની ચોરી

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં સોમનાથ માર્ગ પર આવેલ સાંઈબાબા મંદિર સામે આવેલ શાલીભદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા કિશન વિઠ્ઠલભાઈ ધીંદળે (ઉ.વ. 27) ટ્રાવેલિંગનો વ્યવસાય કરે છે. તેમણે પોતાની સેન્ટ્રો કાર (નં. જીજે-05- સીએલ-4196)એ તેમની બિલ્ડીંગના પાર્કિંગમાં પાર્ક કરી મુકી હતી. તેમના પિતા 15મી એપ્રિલને શુક્રવારે ગાડી સાફ કરવા માટે ગાડી પાસે પહોંચતા તેમને ગાડીનો પાછળનો દરવાજાનો કાચ તૂટેલી હાલતમાં જણાયો હતો. જે બાદ તેમણે ગાડીની તપાસ કરતા તેમાંથી ગાડીની મ્યુઝીક સિસ્ટમની ચોરી થઈ હોવાનું તેમને જણાયું હતું.

તેમણે કિશનભાઈને બોલાવ્યા હતા. જેમણે જોતા ચોરો ગાડીના દરવાજાનો સાઈડનો કાચ તોડી દરવાજો ખોલી મ્યુઝીક સિસ્ટમ ખેંચી વાયરો તોડી ઉઠાવી 7 હજારનું નુકસાન કરી પલાયન થયા હતા. આ અંગે કિશનભાઈએ બીલીમોરા પોલીસમાં જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમય બાદ ફરી સક્રિય બનેલા આ કારટેપ ચોરોને કારણે લોકોમાં ભય વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...