તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:તલોધમાં અભ્યાસની ચિંતામાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બીલીમોરાના તલોધ ગામે મયુરભાઇ ભાઇલાલ ઉર્ફે મનોજભાઇ રાઠોડ (ઉ.વ. 20) માતા-પિતા સાથે રહેતો હતો. તેની માતા ઘરકામ અને પિતા કાચની દુકાનમાં કામ કરે છે. તેણે હાલમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બુધવારે મયુરના માતાપિતા નોકરી ધંધા અર્થે બહાર ગયા હતા. દરમિયાન મયુરે ઘરે એકલો જ હતો ત્યારે તેણે ઘરે છતના લાકડાના મોભ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જ્યાં તેની માતા આવતા બારણું ખખડાવ્યા છતાં બારણું નહીં ખોલતા તેના પિતા તેમજ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં બારણું તોડી ઘરમાં જોતા મયુર ફાંસો ખાધેલી હાલતમાં દેખાયો હતો. તેને તુરંત નીચે ઉતારી બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મયુર પરિવારનો એકનોએક પુત્ર હતો. તેણે હાલમાં જ કોલેજ પૂર્ણ કરી આગળના અભ્યાસની તૈયારી કરી રહ્યો હતો. જોકે તેણે શા માટે મોતને વ્હાલું કર્યું તે કારણ જાણી શકાયું નથી. આગળના અભ્યાસની ચિંતાના કારણે આ આત્યંકિત પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે મૃતકના મામાએ બીલીમોરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી મોહિતભાઈ માણંદભાઈ તપાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો