આપઘાત:ઊંડાચની યુવતીએ નોકરી નહીં મળતા ઘરે ફાંસો ખાધો

બીલીમોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા નજીકના ઊંડાચ ગામની 21 વર્ષીય યુવતીએ ધો. 12ના અભ્યાસ પછી કોમ્પ્યુટર કોર્સ કર્યા બાદ પણ નોકરી નહીં મળતા. નાસીપાસ થઈ જતા પોતાના ઘરેજ માળિયાના પેઢીયાના લાકડા સાથે ઓઢણીથી જાતે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો છે.

બીલીમોરાના ઊંડાચ, વાણિયા ફળિયા ખાતે રહેતા શાંતિલાલભાઈ ગોવિંદભાઈ પટેલની પુત્રી ક્રિષ્નાબેન શાંતિલાલ પટેલ (ઉં.21) રહે, એ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા પછી કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હતો. રવિવારે તેના પિતા શાંતિલાલભાઈ અને માતા ખેતીકામ માટે ગયા હતાં. ક્રિષ્નાએ ઘણી કોશિશ કરવા છતાં તેને નોકરી નહીં મળતા ક્રિષ્ના હતાશ થઈ ગઈ હતી. જેથી નાસીપાસ થઈ જતા ક્રિષ્નાબેન પટેલ જ્યારે ઘરમાં એકલી હતી. તેવા સમયે ઘરના માળીયાના પેઢીયા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા જાતે જ સંકેલી લીધી હતી.

જોકે ક્રિષ્નાના પિતા શાંતિલાલભાઈ ગોવિંદભાઈ પટેલને અને માતાને બનાવની જાણ થતાં તરત જ ઘરે ધસી ગયા હતા અને પોતાની દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં હતપ્રત બની ગયા હતા. પિતા તેમજ આસપાસના લોકોએ ઓઢણી કાપીને પોતાની દીકરીને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક ક્રિષ્નાબેનના પરિવારમાં તેમના માતા, પિતા અને એક મોટો ભાઈ છે. રક્ષાબંધન પૂર્વે જ ભાઈએ પોતાની વહાલસોયી બહેનને ભારે હૈયે વિદાઈ આપવી પડી હતી. પરિવાર ઉપર વજ્રા ઘાત થયો હતો.