દુર્ઘટના:પૂરના પાણી જોવા ગયેલો દેસરાનો યુવાન ડૂબી ગયો

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછીવાડમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

બીલીમોરા નજીક દેસરા તલાવડીમાં રહેતો યુવાન પૂરના પાણી જોવા જતા અકસ્માતે ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. બીલીમોરા મચ્છીમાર્કેટ પાછળ 45 વર્ષના અજાણ્યા યુવાનની ડીકમ્પોઝ હાલતમાં પૂરના પાણીમાં લાશ તણાઈ આવી હતી.બીલીમોરા નજીક દેસરા તલાવડીમાં રહેતો નિતેશ રમેશભાઈ કુંકણા (ઉ.વ. 43) રવિવારની રાત્રે જયેશ અમૃતના ખુલ્લા પ્લોટમાં પૂરના પાણી જોવા માટે ગયો હતો. જ્યાં તે અકસ્માતે પાણીમાં પડી ડૂબી જવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. મૃતકના કાકા ઈશ્વરભાઈ પટેલે બનાવની જાણ બીલીમોરા પોલીસને કરી હતી.

બીજા બનાવમાં બીલીમોરા મચ્છી માર્કેટની પાછળ આવેલ પૂરના પાણીમાં પણ અંદાજીત 45 વર્ષના યુવાનનો ડીકંપોઝ હાલતમાં મૃતદેહ તણાઈ આવ્યો હતો. મૃતકે તપકીર કલરનું શર્ટ પહેર્યું છે, ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ છે. બીલીમોરા પોલીસે મૃતકના વાલી વરસોની શોધખોળ કરી રહી છે. બીલીમોરા પોલીસે બંને ઘટનામાં અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...