ક્રાઇમ:ચોરી કરવા આવેલા 2 ને લોકોએ દબોચી લઇ પોલીસને હવાલે કર્યા

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા મુરલીધર એપાર્ટમેન્ટમાં ચોરી કરી હતી

બુધવારે બીલીમોરા ગૌહરબાગ કોન્વેન્ટ સોમનાથ માર્ગ પર આવેલા બાગબાન એપાર્ટમેન્ટ બી બિલ્ડીંગમાં બે અજાણ્યા શખસ ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. જ્યાં તેઓ પ્રથમ લિફ્ટ મારફતે બિલ્ડીંગના ચોથા માળે પહોંચ્યા હતા. જ્યાંથી દાદરથી નીચે ઉતરતા તેઓ પ્રથમ માળે આવેલ એક બંધ ફ્લેટનું તાળું તોડવા પ્રયત્ન કરી રહ્યા હતા.

એક યુવકને આ ચોરમાંથી એક જણાએ લિફ્ટ આપવા કહ્યું હતું
જ્યાં આ બંધ ફ્લેટની સામે રહેતા એક મહિલાને અવાજ આવતા તેમણે કઈ અજુગતું લાગતા તેમણે ચોરટાને પૂછતાછ કરતા બંને ગભરાઈ ગયા હતા અને બંને ભાગ્યા હતા. મહિલાએ ચોર ચોરની બૂમાબૂમ કરતા બંને ચોર મુખ્ય માર્ગ પર ભાગ્યા હતા. જ્યાં એક યુવકને આ ચોરમાંથી એક જણાએ લિફ્ટ આપવા કહ્યું હતું અને નહીં તો ગોળી મારવાની ધમકી આપી હતી.જ્યાંથી ભાગતા જાહેર માર્ગ પર લોકોએ એકને જુની એસબીઆઈ પાસે ગ્રીનપાર્ક સામે અને બીજાને સાંઈબાબા એપાર્ટમેન્ટ સામે જલારામ ખમણ પાસે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. જ્યાં પોલીસે બંનેની પૂછતાછ હાથ ધરતા તેઓએ પોતાનું નામ મોહમ્મદ મુસ્તકીમ મુસ્તાક શેખ (ઉ.વ. 37, રહે એસ 609, સ્કૂલ બ્લોક, સરકાર દ્વાર,દિલ્હી) તથા સલમાન ઝુલ્ફીકાર અન્સારી (ઉ.વ. 28, રહે, નરેલા દાદા, મઈસાવાલા મંદિર,દિલ્હી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની પૂછતાછ કરતા બંનેએ મુરલીધર એપાર્ટમેન્ટના પણ એક ફ્લેટમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસ બંનેની વધુ કડક પૂછતાછ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...