તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરાની એક શાળાના શિક્ષકે તેજ શાળાની વિદ્યાર્થીની સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપી શિક્ષકને એક દિવસના રિમાન્ડ બાદ પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે દુષ્કર્મના સ્થળોનું પંચનામું કર્યું હતું.બીલીમોરાની એક શાળાના સ્ટેટેસ્ટીક અને સંગીત વિષયના એક શિક્ષક મયુર રાણા (રહે. વલસાડ)એ 2017માં તેની જ શાળામાં ભણતી સગીર વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચરી તેને તરછોડી દીધી હતી.
શિક્ષકના અન્ય સ્થળે લગ્ન થતા હોવાની જાણ ભોગ બનનાર યુવતીને થતાં તેણે બીલીમોરા પોલીસમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શિક્ષક સામે દુષ્કર્મ, પોકસો હેઠળ ફરિયાદ નોંધી તેની તેના લગ્ન આગલા દિવસે પીઠી લગાવેલી હાલતમાં ધરપકડ કરી હતી. જેને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસે તેના રિમાન્ડ દરમિયાન તેણે વિદ્યાર્થિની સાથે જેટલી જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું તે સ્થળોએ પોલીસે તેને સાથે રાખીને તે જગ્યાનું પંચનામું કરી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જે બાદ પોલીસે તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેના વધારાના રિમાન્ડની માંગણી પોલીસે નહીં કરતા કોર્ટે તેને નવસારી સબજેલમાં ધકેલી આપ્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.