તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:અસ્પી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવ્યો

બીલીમોરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલમાં ગુજરાતમાં કોવિડ-19 મહામારીના કપરા સમયમાં ગુજરાતની પ્રજાને પોતાની અને કુટુંબની પરવાહ કર્યા વિના ખડે પગે સેવા કરનાર ગુજરાતનાં કોરોના વોરિયર્સ વિશે 1લી મે ગુજરાત ગૌરવદિન નિમિત્તે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધા નિબંધ, કાવ્યલેખન, ચિત્રકામ સ્પર્ધા વગેરે યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઘરે બેસીને વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અસ્પી કન્યા વિદ્યાલય ખાનગી પ્રાથમિક વિભાગ, આંતલિયામાં આચાર્યા બીનાબેન મહેતા તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધામાંથી 62 બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી ધો. 6-અ માં ભણતી વિદ્યાર્થિની રીપલ દિપકભાઈ પટેલે નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો ‘ગુજરાતનાં કોરોના વોરિયર્સ’ જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી ઈનામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો