બીલીમોરા રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણના ત્રણ માસ બાદ સર્વિસ રોડના જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પ્રક્રિયા હાલ કાર્યરત છે અને નગરપાલિકા દ્વારા તે અંગે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઓવરબ્રિજના નાના સાંકડા માર્ગ પર ડામરનો પાકો રોડ બનાવી દેવાતા ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાની સંપાદનની પ્રક્રિયામાં ક્યારે ઝડપ આવશે તે અંગે પ્રશ્નાર્થ છે.
બીલીમોરા રેલ્વે ઓવરબ્રિજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા બાદ ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડ અંગે થોડા સમય અગાઉ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વિસ રોડ વિનાજ લોકાર્પણ કરાયેલ ઓવરબ્રિજના કારણે ટ્રાફિકને લઈ સ્થાનિકો અને ઓવરબ્રિજની આસપાસના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય અગાઉ બીલીમોરા નગરપાલિકા અને ચીખલી પ્રાંત અધિકારી દ્વારા ઓવરબ્રિજના સર્વીસ રોડની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
તે અંગે ચીમોડિયા નાકાથી સરદાર પટેલ રોડ તરફ 11 સીટીસર્વે વાળી 97.15 ચો.મી. જમીન તેમજ મહાત્મા ગાંધી માર્ગ ઉપર 1238.96 સીટી સર્વે વાળી જમીન મળી કુલ્લે 1336.21 ચો.મી. જમીન ઓવરબ્રિજના સર્વિસ રોડ માટે સંપાદિત કરવામાં આવશે.
સર્વિસ રોડ બનાવવા સરકારે જાહેરનામું બહાર પાડી આ મિલ્કતોના માલિકો ભાડુત, પેટા ભાડુત કબ્જેદારોને આ જમીન સંપાદન અંગે વાંધા સૂચનો મંગાવવા નોટીસ આપી કામગીરી હાથ ધરી હતી. જે અંગે હજુ સંપાદન આ સમગ્ર પ્રક્રિયા ચાલુ જ છે. જોકે નગરપાલિકા દ્વારા સર્વિસ રોડ માટે કરાઇ રહેલ કામગીરી ખુબજ ધીમી ચાલી રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ કામગીરી અગાઉ જ સર્વિસ રોડના નાના અને સાંકડા માર્ગો ઉપર ડામર રોડ ની કામગીરી શરૂ કરવામાં આવતા અનેક તરફ વિતર્ક સર્જાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.