તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:બીલીમોરાના માછીવાડમાં પાણીની લાઇન નંખાયા બાદ માર્ગ ન બનાવાયો

બીલીમોરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડામરનો માર્ગ નહીં બનતા સ્થાનિકોમાં રોષની લાગણી

બીલીમોરા માછીવાડ વિસ્તારની મુશ્કેલી સર્જાતી હતી તે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે બીલીમોરા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં માછીવાડ સૌરભ ચાલ પાસે 6 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી એક પાણીની ઓવરહેડ ટાંકી બનાવવાનું ઠરાવાયું હતું. જે બાદ છેલ્લા ઘણાં સમયથી આ ટાંકીનું કામ ચાલી રહ્યું હતું, જે હાલ પૂર્ણતાના આરે છે. આ ટાંકીમાં બીલીમોરા નગરપાલિકા સંચાલિત આંતલિયા ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી પાણી લાવવામાં આવશે જે બાદ આ ટાંકીમાંથી માછીવાડ વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે. જોકે હજુ મશીનરી ફિટિંગ બાકી છે.

જોકે પાણીની સપ્લાયની અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયું છે. પાઇપ લાઈનનું કામ પૂર્ણ થઈને ઘણો સમય વિતી જવા છતાં હજુ સુધી આ માર્ગને જેમનો તેમ છોડી દેવામાં આવ્યો છે. તેના પર પુરાણ કરી ઝીણી કપચી નાંખી કામ ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી ડામરનો માર્ગ નહીં બનતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

માર્ગની સાઈડ પર આવેલી દુકાનોમાં ધુળના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ કોસ્ટલ હાઇવેને જોડતો હોય ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે. વાહનો પસાર થતા લોકોને ધૂળની ડમરીતો ત્રાસ સહન કરવાનો વારો આવે છે. હવે ચોમાસાના આગમનને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે આ બિસમાર માર્ગ વહેલો દુરસ્ત કરે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...