તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બીલીમોરામાં વીજ કંપનીએ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી

બીલીમોરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લટકતા વાયરો અને ઢીલા જમ્પરનું રિપેરીંગ કરવામાં આવ્યું

બીલીમોરા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોન્સૂન પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી ચોમાસા દરમિયાન પડનારી મુશ્કેલી સામે અગમચેતીરૂપે અત્યારથી વીજ કંપની સજ્જ બની છે. બીલીમોરાના અલગ-અલગ વિસ્તારોમાં વીજ કંપનીએ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી હતી.ચોમાસાને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બીલીમોરા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાને કારણે બીલીમોરામાં વીજ કંપનીએ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી હતી.

ધીમી ધારે વરસતા વરસાદમાં જીવના જોખમે વીજ કંપનીના કર્મચારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી હતી. જેમાં વીજ કંપની દ્વારા શોર્ટ સર્કિટનું જોખમ ટાળવા વૃક્ષની ડાળી, લટકતા વાયરો, ઢીલા જંપરો રિપેરીંગ, સ્વીચ સહિત બીજી અનેક ક્ષતિ દૂર કરાવાની કામગીરી હાથ ધરાઈ હતી. ચોમાસામાં વીજપુરવઠો ખોટકાઈ નહીં અને લોકોને મુશ્કેલી પડે નહીં તે માટે વીજ કંપની તકેદારી દાખવી રહી છે. બદલાતા મોસમ વચ્ચે વીજકંપની કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

સોમવારે આંતલિયા સબ સ્ટેશન, તલોધ જિંગા પ્લાન્ટ નજીક ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, સોમનાથ રોડ, બીલીમોરા-દેવસર માર્ગ, કોન્વેન્ટ રોડ પર, ગણદેવી રોડ શ્રી રામ કોમ્પલેક્ષ નજીક વીજ લાઇનને નડતરરૂપ વૃક્ષ-ડાળીઓ દૂર કરાઇ હતી. નમી પડેલા વાયરોને સરખા કરવામાં આવ્યા હતા. જેના કારણે આગામી ચોમાસાની ઋતુમાં વીજ પ્રવાહ સુચારુ થવા સાથે વીજડુલની સમસ્યા દૂર થવાની સંભાવના વધી છે.

અન્ય સમાચારો પણ છે...