નિમણૂંક:બીલીમોરા પાલિકામાં નવા ચીફ ઓિફસરે ચાર્જ લીધો

બીલીમોરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વખત ફુલ ટાઇમના સીઓની નિમણૂંક

બીલીમોરા નગરપાલિકાને પૂર્ણ ટાઇમના ચીફ ઓફિસર મળ્યા ચીફ ઓફિસર તરીકે રાજ્ય સરકારના નગરપાલિકા નિયામક કચેરીએ વિજયભાઈ ગજાનંદ સાનેની નિમણૂક કરતા છેલ્લા થોડાક સમયથી ઇનચાર્જ ચીફ ઓફિસરથી ચાલતી હતી. બુધવાર સવારે તેમણે ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

બીલીમોરા નગરપાલિકાનો કારભાર છેલ્લા કેટલા સમયથી ઈનચાર્જ ચીફ ઓફિસર થકી ચાલતો હતો, રાજ્ય સરકારના નગરપાલિકા નિયામકે હવે નિવૃત મામલતદાર વિજયભાઈ સાનેની કરાર આધારિત નિમણૂક કરી છે.

જેઓને બુધવાર સવારે પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, કારોબારી ચેરમેન સુચેતા દુશાણે, શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ, મનહર પટેલ, રમેશ રાણા સહિત અગ્રણીઓ, પાલિકા પરિવારે આવકાર્યા હતા. તેઓ રેવન્યુ કર્મચારીમાંથી છેલ્લે ચિટનીસ મામલતદાર તરીકે રિટાયર્ડ થયા હતા. વિજય સાનેએ ચીફ ઓફિસર તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. જેને કારણે પૂર્ણ સમયના ચીફ ઓફિસર મળતા લોકોની હાલાકી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...