પ્રિમોન્સૂન કામગીરી:બીલીમોરામાં પાલિકાએ પ્રિમોન્સૂનમાં સાફસફાઇની કામગીરી ઝડપી બનાવી

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્સૂન કામગીરી. - Divya Bhaskar
બીલીમોરા પાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્સૂન કામગીરી.
  • વીજલાઇનને નડતરરૂપ વૃક્ષની ડાળીઓની પણ છટણી કરવામાં આવી

ચોમાસાને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બીલીમોરા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગટરોની સફાઈ કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ ચરણમાં ગટરની સફાઈ કામગીરીનો આરંભ કરાયો હતો. નર્સરી માર્ગ પર આવેલી ગટરોના ઢાંકણા ખોલી તેમાંથી કચરો કાઢી ગટરને ખુલ્લી કરવામાં આવી હતી. જે બાદ તબક્કાવાર શહેરભરની ગટરો સાફ કરવામાં આવશે.

નગરજનોની સ્વાસ્થ્ય સલામતી માટે મચ્છરોનો ઉપદ્રવ ટાળવા, વરસાદી પાણીનો નિકાલ માટે કુદરતી કાંસની સફાઈ અભિયાન વેગવંતુ બનાવ્યું છે તેમજ જીવન આવશ્યક પાણી, વીજળી જેવા પુરવઠા ખોટકાય નહીં તે માટે પાણી પહેલા પાળ બાંધવી શરૂ કરી છે. વરસાદી પાણી નિકાલ યોજના સફાઈ, ગટર સફાઈ, કુદરતી કાંસ તેમજ બિનજરૂરી પાણીનો ભરાવો ટાળવા કામગીરી હાથ ધરી છે.

વીજળી, પાણીની અપૂર્તિ કરવા કમર કસી છે. હાલ બીલીમોરા પાલિકા દ્વારા ગૌરવપથ, નર્સરી રોડ, સ્ટેશન રોડ, ખાડા વિસ્તાર સહિત અનેક માર્ગો ઉપર પ્રિમોન્સૂન કામગીરી કરાઇ રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ વીજ લાઇનને નડતરરૂપ વૃક્ષ-ડાળની છટણી શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માટે યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...