તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:વણગામ, ગોયંદી-ભાઠલા ગામમાં આઇસોલેશન સેન્ટર ચાલુ રહેશે

બીલીમોરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગ્રણીઓ દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટર આરોગ્ય વિભાગે બંધ કરાવ્યું હતું, રાજકીય દબાણ આવતા ફરી શરૂ થયું. - Divya Bhaskar
ગ્રણીઓ દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટર આરોગ્ય વિભાગે બંધ કરાવ્યું હતું, રાજકીય દબાણ આવતા ફરી શરૂ થયું.
 • આરોગ્ય વિભાગે સેન્ટર બંધ કરાવ્યા હતા
 • રાજકીય દબાણ આવતા ફરી કાર્યરત કરાયું

બીલીમોરા નજીકના વણગામ, ગોયંદી-ભાઠલા ગામે ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા રૂ. 3.50 લાખના ખર્ચે કોવિડ આઇસોલેશન સેન્ટર આરોગ્ય શાખાના નવા બનેલા સબસેન્ટરમાં શરૂ કરી રહ્યા હતા. જેથી આ વિસ્તારના લોકોને ઘરઆંગણે જ કોરોના સારવારની મળી રહેશે એવી આશા બંધાઈ હતી પરંતુ મંગળવારે બપોરે આરોગ્ય વિભાગ દ્વારા આ કોવિડ સેન્ટરમાં ગોઠવેલ ખાટલા-ગાદલાં સહિતનો સામાન બહાર કાઢી આરોગ્ય સેન્ટરને કર્મચારીઓએ તાળાં મારી દીધા હતા. જેને પગલે ખળભળાટ મચી ગયો હતો. ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આરોગ્ય વિભાગે સેન્ટર ફરી તાળા ખોલી આપ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે વકરી રહેલા કોરોનાને નાથવા લોકોને મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન શરૂ કરાયું હતું. જે અભિયાનમાં ગ્રામજનો ગામમાં પોતે જ આઇસોલેશન સેન્ટર શરૂ કરી રહ્યા છે. જેમાં બીલીમોરાના કાંઠા વિસ્તારના વણગામ, ગોયંદી-ભાઠલા ગામના ગ્રામજનોએ આ વિસ્તારના કોરોનામાં સપડાયેલા આઇસોલેશન થનારા દર્દીઓને ઘરઆંગણે સારવાર મળી રહે તે માટે ગામમાં હાલમાં જ રૂ. 3.50 લાખના ખર્ચે બનાવેલા આરોગ્ય સબસેન્ટરમાં વ્યવસ્થા ઊભી કરી હતી.

જે માટે ગ્રામજનોએ સબસેન્ટર સુધીનો માર્ગ વ્યવસ્થિત તેમજ ઓક્સિજનની સુવિધા સાથેના 10 બેડ સહિતની જરૂરી તમામ ચીજવસ્તુઓ, એમ્બ્યુલન્સ સહિતની વિવિધ સુવિધાઓ સાથે ઉભી કરી હતી. જેને ગણદેવી ધારાસભ્ય નરેશભાઈએ મુલાકાત યોજી હતી અને વ્યવસ્થાનો તાગ મેળવી ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ, અગ્રણી સનમભાઈ, વિનોદભાઈ, મહેશભાઈ, સરપંચો અને યુવાનોની સેવાકીય ભાવનાને બિરદાવી હતી.

દરમિયાન મંગળવારે બપોરે આ આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર કમળાબેન પટેલ, મંજુબેન પટેલ આરોગ્ય સબ સેન્ટર પર પહોંચ્યા હતા અને ખાટલા-ગાદલાં સહિતની જે વ્યવસ્થા કરવામાં આવેલી તમામ વસ્તુઓ એક બાદ એક સેન્ટરની બહાર કાઢીને દરવાજા પર તાળું મારી દીધું હતું. જેની જાણ ગ્રામજનોને થતાં ગામના અગ્રણીઓ આ સબસેન્ટર પર પહોંચ્યા હતા. જ્યાં આ વસ્તુઓ કેમ બહાર કાઢી તે બાબતે સુપરવાઇઝરને પૂછતાં ડો. ખત્રીનો ઓર્ડર હોવાથી કરવામાં આવ્યું હોવાનું તેમણે તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલભાઈને જણાવ્યું હતું. જેને કારણે બધામાં રોષ વ્યાપ્યો હતો.

સબસેન્ટર ખોલાતા કાર્યવાહી શરૂ થશે
આ બાબતે અગ્રણીઓએ ડો.ખત્રી નો સંપ ર્ક કરતાં તેમણે ડી.ડી.ઓ. દ્વારા હુકમ કરાયો હોવાથી આ બંધ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ અને સાંસદ- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો સંપર્ક કરી આ સમગ્ર ઘટના બાબતે અવગત કરાયા હતા. જે બાદ ઉચ્ચ કક્ષાએ દબાણ આવતા આરોગ્ય વિભાગ નરમ પડ્યું હતું. જે બાદ ફરી સુપરવાઈઝર દ્વારા ફરી ચાવી આપી આ સબસેન્ટર ખોલી આપતા કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો