ચાર દિવસ અગાઉ ગણદેવી ચાર રસ્તા પાસે બીલીમોરા પાલિકાના સભ્ય હરીશ ઓડ પર કરવામાં આવેલ હુમલો તેમના કૌટુંબિક ભાઈ દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા રાખી હરીશભાઈના પરિવારના સભ્યોએ તેમના કૌટુંબિક ભાઈના ઘરે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્રભાઇ મંગાભાઇ ઓડ (47) રહે. બીલીમોરા ઓડનગર દ્વારા બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, ચાર દિવસ અગાઉ તેમના કૌટુંબિક ભાઈ હરીશભાઈ ઓડને ગણદેવી ચાર રસ્તા પર કોઇ અજાણ્યા ઇસમોએ માર મારેલ હોય તે બાબતે હરીશભાઇના કુટુંબીજનોએ ફરિયાદી એવા કૌટુંબિક ભાઈ મહેન્દ્રભાઈ અને મનોજભાઇ ઓડએ હરીશભાઇને માર મરાવેલ છે. તેમ અનુમાન કરેલ અને હરીશભાઇના કુંટુંબી લોકોએ મનોજભાઇ પર ઘટનાના દિવસે મિતેશભાઇ, હરીશભાઇ તથા નિલેશભાઇએ ફોન કરીને ધમકી અને ગાળો આપી મિતેશ, અભય, અરૂણ, કલ્પેશ, નિલેશ બધા રહે. બીલીમોરા ઓડ નગરનાઓએ ખોટી ગેરસમજને કારણે ફરિયાદીના ઘરે તા.02.03.2022ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પત્થર તેમજ લાકડા વડે તોડફોડ કરેલ અને બારીની કાચ તેમજ દરવાજાના લોક તોડી રૂપિયા 8 હજારનું નુકશાન કરી પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ અને ફરિયાદીના પુત્ર નયનને મારવા માટે દોડ્યા હતા. નયન ત્યાંથી નાસી ગયેલ આ ઘટનાની જાણ ફરિયાદી મહેન્દ્રભાઈ ઓડે બીલીમોરા પોલીસમાં મિતેશ, અભય, અરૂણ, કલ્પેશ, નિલેશનાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.