તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ભાઇને પ્રેમલગ્નમાં મદદ કરનાર યુવાન પર યુવતીના પરિવારનો ઘાતકી હુમલો

બીલીમોરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • યુવતીની માતા અને ભાઇ સહિત 3 સામે ઇજાગ્રસ્તની ફરિયાદ

પુત્રીના પ્રેમ લગ્નથી નારાજ પરિવારે લગ્નમાં મદદરૂપ થનાર બીલીમોરા નજીકના કલમઠા ગામના યુવાન પર ઘાતક હથિયારોથી તૂટી પડી ગંભીર ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી હતી.કલમઠાના ગામ સરા ફળિયીમાં રહેતા મિતેશ ચીમન પટેલ તેના મિત્ર અઝીઝભાઈ સાથે નજીકમાં આવેલ મોરલી ગામે દેસાઈ ફળિયાના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઊભા હતા તે વખતે મોરલી દેસાઈ ફળિયામાં રહેતા પ્રકાશ રમણભાઈ પટેલ તેમના પત્ની જાગૃતિબેન પટેલ અને ભાઈ મુકેશ રમણભાઈ પટેલે મીતેશ પાસે આવી તેના ઉપર લાકડી અને કુહાડીથી તૂટી પડી મિતેશ ને ગંભીર ઇજાઓ પહોંચાડી દીધી હતી. મિતેશ પટેલે તેના મામાના છોકરા ચિંતનને પરિના સાથે કરેલા પ્રેમ લગ્નમાં મદદરૂપ થયો હતો.

જે વાતનું યુવતીના વેર રાખીને યુવતીના પરિવારજનોએ મૂકેશને કુહાડીથી માથામાં મારવા જતા તેનાથી બચવા પોતાનો હાથ માથા ઉપર મુકતા તેની આંગળીમાં ઈજા થઈ હતી. પ્રકાશે માથામાં લાકડાનો ફટકો મારી મિતેશને ઘાયલ કરી મૂક્યો હતો. તેમજ ડાબા હાથમાં પણ સપાટો મારતા તેને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે જાગૃત ીબેને જમણા પગમાં લાકડાનો ફટકો મારતા તેને પગમાં ફ્રેક્ચર થયું હતું.

દરમિયાન અન્ય લોકો ત્યાં દોડી આવતા આ ત્રણેય આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા અને કહેતા ગયા હતા કે, આ વખતે તો તું બચી ગયો છે બીજી વખત તારું પૂરું કરી નાખીશુ તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. ઇજાગ્રસ્ત મિતેશને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.

પોતાના મામાના છોકરાને પ્રેમ લગ્નમાં મદદરૂપ થનાર મિતેશને યુવતીના પરિવારોએ ઢોરમાર મારતા હોસ્પિટલના બિછાનેથી મિતેશે પ્રકાશ પટેલ, તેમના પત્ની જાગૃતીબેન પટેલ અને ભાઈ મુકેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી આ કેસની વધુ તપાસ સેકન્ડ પોસઇ ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો