તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના આયોજન સામે પ્રશ્નાર્થ:45.73 લાખ ખર્ચે બનેલી મચ્છી માર્કેટ લોકાર્પણના 5 વર્ષ બાદ પણ વેરાન

બીલીમોરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાતમુહૂર્ત પછી બીલીમોરા પાલિકાનાં ચાર પ્રમુખ બદલાયા પણ...

બીલીમોરા પાલિકા દ્વારા માછીવાડ સુભાષચોકમાં 45.73 લાખના ખર્ચે બનાવામાં આવેલું અને 30મી સપ્ટેમ્બર 2016એ રિટેલ ફીશ માર્કેટનું લોકાર્પણ કરાયું હતું. હજી સુધી આ માર્કેટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. પાલિકા તંત્ર આ મચ્છીના વ્યવસાય કરતી બહેનો સાથે વાટાઘાટ કરી આ ધૂળ ખાતી માર્કેટ ધમધમતી કરે તે જરૂરી છે. આટલા મોટા ખર્ચ બાદ પણ વણવપરાયેલ માર્કેટના કારણે પાલિકાના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

બીલીમોરા નગરપાલિકા દ્વારા સુભાષ ચોકની જૂની જર્જરિત મચ્છી માર્કેટની જગ્યાએ બીલીમોરા નગરપાલિકા દ્વારા રૂ. 45.73 લાખના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 29મી નવેમ્બર 2014એ ખાતમુર્હૂત કરવામાં આવેલ મચ્છી માર્કેટનું 30મી સપ્ટેમ્બર 2016એ તત્કાલીન પ્રમુખ સુમનલતાબેન વર્માના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણને પાંચ વર્ષો વિતી જવા છતાં હજુ સુધી આ લાખોના ખર્ચે નવી બનેલ મચ્છીમાર્કેટ ઉપયોગ શરૂ થયો નથી. આટલો લાંબો સમય વિતી જવા છતાં મચ્છી વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ અને પાલિકા વચ્ચે અહીં શા માટે નહીં બેસે તે અંગે સમાધાન નહીં થતાં હજુ આ મચ્છી માર્કેટ ધૂળ ખાઈ રહી છે.

આ મચ્છી માર્કેટ શરૂ કરાવવા પાલિકા અને મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓ અને વ્યાપારીઓ સાથે વાટાઘાટો યોજી પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવે એવી જરૂરિયાત વર્તાઈ રહી છે. ખાતમુહૂર્તથી આજદિન સુધીમાં બીલીમોરા પાલિકાનાં ચાર પ્રમુખો બદલાઈ ગયા ત્યારે હવે આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ આવે તે જરૂરી છે. હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. જૂની માર્કેટમાંથી મહિલાઓ હજુ આ માર્કેટમાં બેસતી નહીં હોય તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે અને તેનો વહેલી તકે નિકાલ લાવવાના પ્રયત્ન કરવામાં આવશે એમ પાલિકા પ્રમુખ વિપુલાબેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...