આજે ફેંસલો:ગણદેવી તાલુકાની 51 ગ્રા.પં.ના 843 ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થશે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 154 સરપંચ અને 689 વોર્ડ સભ્યના ભાવિનો આજે ફેંસલો

આજરોજ ગણદેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. તાલુકામાં સમાવિષ્ટ 51 ગ્રામ પંચાયત માં સરપંચ વોર્ડ સભ્યો મળી કુલ 843 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો માટે 1,12,009 મતદારો મતદાન કરી નક્કી કરશે. 138 મતદાન બુથ ઉપર 710 કર્મચારીઓ, 270 સુરક્ષા જવાનો શનિવાર બપોરે ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયા છે.

આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પારદર્શક ન્યાયી ચૂંટણી પાર પાડવા કર્મચારીઓ, સુરક્ષા જવાન, મતપેટીની ફાળવણી કરાઈ હતી. રવિવારે સવારથી મતદાન કરી મતદારો ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. જેમાં 55267 મહિલા અને 56740 પુરુષ મતદારો અને 2 અન્ય મતદારો મળી કુલ 1,12,009 મતદારો મતદાન કરી લોકશાહી જીવંત બનાવશે. ગણદેવી ધ.ના.ભાવસાર શાળા પરિસરમાં ગણદેવી પોલીસ હદ વિસ્તારના 27, બીલીમોરા અને ધોલાઈ મરીન પોલીસ હદ વિસ્તારનાં 24 ગામ મળી કુલ 51 ગ્રા.પં.ના 138 મતદાન બુથ ઉપર પારદર્શક ન્યાયી ચૂંટણી પાર પાડવા કર્મચારીઓ, સુરક્ષા જવાન, મતપેટીની ફાળવણી કરાઈ હતી.

જેમણે ગામેગામ ફરજ સ્થળ ઉપર મોરચો સંભાળી લીધો હતો. સમગ્ર તાલુકામાં રવિવારે મતદારો 276 મતપેટીમાં મતદાન થશે. આ મતદાનની પ્રક્રિયા સુચારુ પાર પાડવા 710 ચૂંટણી કર્મચારીઓ અને 270 પોલીસ-સુરક્ષા જવાનો, 2 નાયબ પોલીસ વડા, 2 પીએસઆઇ, 4 એસઆરપી જવાન અને આરોગ્ય કર્મચારીઓએ મોરચો સંભાળી લીધો હતો. પારદર્શક અને ન્યાયી ચૂંટણી યોજવા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ સજ્જ બન્યું છે.

રોજિંદા મુસાફરો રઝળી પડ્યા
દરમિયાન શનિવાર સવારે બીલીમોરા ડેપોની 18 એસટી બસો ગણદેવી ચૂંટણી કામગીરીમાં જોતરાઈ હતી.જેને કારણે અનેક રોજિંદા મુસાફરો રઝળી પડ્યા હતા. અને ખાનગી વાહનો નો સહારો લેવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...