તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:બીલીમોરામાં વેક્સિન માટે ધસારો થતાં હેલ્થ સેન્ટરના દરવાજા બંધ કરવા પડ્યાં

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 350 જેટલા જ ડોઝ આવતા અન્ય લોકોએ પાછા ફરવું પડ્યું

બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર અને માંડલીયા હોસ્પિટલમાં શનિવારે કોવિશિલ્ડ વેક્સિનેશનના બીજા રાઉન્ડ માટે 350 જેટલા ડોઝ ફાળવામાં આવ્યા હતા પરંતુ તેની સામે વેક્સિનેશન લેનારાની સંખ્યા વધી જતાં અવ્યવસ્થા સર્જાઈ હતી અને અર્બન હેલ્થ સેન્ટરના દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા, જેના કારણે ઉહાપોહ મચ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં વેક્સિન ફાળવામાં ન આવતા લોકો અટવા્યા હતા. લોકોએ આક્રોશ ઠાલવી વેક્સિનેશન માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

શનિવારે બીલીમોરાના અર્બન હેલ્થ સેન્ટર અને માંડલીયા હોસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિનનો બીજા ડોઝ આપવાની મોટા ઉપાડે જાહેરાત કરાઇ હતી. જે માટે બીલીમોરામાં 350 જેટલા કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ ફાળવાયા હતા. જેમણે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ કોવિશિલ્ડ વેકસિન ખુબ ઓછા પ્રમાણમાં આવતી હોય લોકો કોવિશિલ્ડના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા હતા. આ જાહેરાત થતા બીજો ડોઝ બાકી રહેલા લોકોએ વેક્સિન લેવા ધસારો કરી મૂક્યો હતો. જરૂરિયાત કરતાં એકદમ ઓછી સંખ્યામાં વેક્સિનનો જથ્થો આવતા લોકો અટવાયા હતા.

અર્બન હેલ્થ સેન્ટરમાં શનિવારે આવેલા 350 ડોઝમાંથી 70 માંડલીયા હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા અને બાકીના 280 માટે અર્બન હેલ્થ સેન્ટર પર લોકોની ભીડ થઈ જતા સેન્ટરના દરવાજા બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભીડ બેકાબુ બનતા સેન્ટરની બહાર લોકો કલાકો સુધી પોતાનો નંબર લાગે તે આશામાં લાંબી લાઇંન લગાડી દીધી હતી. તેમજ ત્યાં હાજર હોમગાર્ડ લોકો સાથે બોલાચાલી પણ થઈ હતી. આવીજ હાલત માંડલીયા હોસ્પિટલમાં પણ જોવા મળી હતી.જ્યાં પણ 70 ડોઝની સામે અનેક લોકો ભેગા થઇ જતાં ત્યાં પણ અવ્યવસ્થા સર્જાઇ હતી. લોકોએ આરોગ્ય વિભાગ દ્વારા ઓછી વેક્સિનની ફાળવણી કરતા આક્રોશ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...