તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હજુ શિયાળો પૂર્ણ થયો નથી ત્યારે પાણીના સંગ્રહ માટે બીલીમોરા નગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરવા છતાં બીલીમોરા ધોબી તળાવ સુકાયું છે. જયારે સોમનાથ તળાવનું પાણી સુકાવાના આરે છે ત્યારે પાલિકા શાસકોના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરાના બે જળસ્રોત એવા પશ્ચિમ તરફનું ધોબી તળાવ અને પૂર્વ વિસ્તારમાં આવેલ સોમનાથ તળાવના પાણી સંગ્રહ પર ત્યાં આસપાસ રહેતા સ્થાનિકો ઘણો આધાર રાખે છે. આ તળાવના પાણીના કારણે આસપાસના જળસ્રોતો ઊંચા રહે છે ત્યારે વર્તમાન વર્ષમાં હજુ શિયાળો પૂર્ણ થયો નથી તે પહેલાં જ તળાવોના તળિયા દેખાવા લાગ્યા છે. હજુ ઉનાળો શરૂ થયો નથી તે પહેલાજ ધોબી તળાવનું પાણી પગ કરી ગયું, જ્યારે સોમનાથ તળાવનું તળિયું દેખાયું છે. જળ એજ જીવનના સૂત્ર સાથે પાણી બચાવવાની ઝૂંબેશ લોકો અને સરકાર દ્વારા કરવામાં આવે છે.
બીલીમોરા નગરપાલિકા દ્વારા સોમનાથ તળાવનું લાખોના ખર્ચે નવિનીકરણ બ્યુટીફિકેશન, રબલ પીચિંગ કરાવવામાં આવ્યું હતું. તે સાથે હજુ પણ તેના બ્યુટીફીકેશનની કામગીરી ચાલુ જ છે ત્યારે શિયાળો હજુ પૂર્ણ થયો નથી ત્યારે સોમનાથ તળાવમાં નહીંવત સરખું પાણી રહેતા આ બધા ખર્ચા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સોમનાથ તળાવનો ઘેરાવો 6879 ચો.મી., ઊંડાઈ 9 મીટર અને તેનું ક્ષેત્રફળ 639392 ક્યુબીકમિટર જેટલુ છે. સોમનાથ તળાવના બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણ થઈ નથી અને તે કારણે તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શક્યો નથી. તેના કરતાં ખરાબ હાલત બીલીમોરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ ધોબી તળાવનું પાણી તો સંપૂર્ણ પગ કરી ગયું છે. માત્ર નાના ખાબોચિયામાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
બીલીમોરા નગરપાલિકા દ્વારા ધોબી તળાવને લાખોના ખર્ચે નવિનીકરણ બ્યુટીફિકેશન, રબલ પીચિંગ કરાવવામાં આવ્યું હતું, જે બાદ પણ કંઈને કઈ કામ કરવામાં આવતું જ હોય છે તેમ છતાં તળાવનું પાણી ગાયબ થઈ જાય તે એક મોટો પ્રશ્ન છે. ધોબી તળાવનો ઘેરાવો 10446 ચો.મી., ઊંડાઈ 6.20 મીટર અને તેનું ક્ષેત્રફળ 64765 ક્યુબીકમિટર જેટલુ છે. જેમાં લાખો લીટર પાણી સંગ્રહિત થાય છે. આ તળાવને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રબલ પીચિંગ કરાયું હતું અને ત્યારબાદ તળાવ ફરતે ફેન્સિંગ, સુરક્ષા દરવાજા પાછળ પણ નાણાં ખર્ચાયા હતા. આટલા ખર્ચા બાદ પણ શિયાળા ટાણે જ તળાવનું પાણી અદ્રશ્ય થયુ છે. તળાવમાં થોડું પણ પાણી સંગ્રહિત નથી, જોકે આ પાણી ક્યાં પગ કરી ગયું એ તપાસનો વિષય છે.
લાખોનો ખર્ચ કરવા છતાં પાલિકા સત્તાધીશોએ તળાવમાં પાણીના સંગ્રહ બાબતે પૂરતુ ધ્યાન ન આપતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. અગાઉ પણ લોકો પાણીની સમસ્યાથી ઘેરાતા રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે હજી શિયાળો પૂર્ણ થયો નથી ત્યારે બંને તળાવો સૂકાય ગયા છે. આવા સંજોગોમાં ઉનાળામાં કપરી સ્થિતિ ઉભી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આગામી વર્ષોમાં આવી સ્થિતિનું પુન: નિર્માણ ન થાય તે માટે સત્તાધીશો અગાઉથી જાગૃત થાય અને તે માટે કટિબધ્ધ બની લોકોની લાગણીને ધ્યાનમાં રાખી તળાવમાં પાણી સંગ્રહ થાય અને તે લોકોને પર્યાપ્ત બની રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા લોકમાંગ ઉઠી છે.
બંને ખાલી તળાવમાં પાણીનો સંગ્રહ રહે તે માટે આયોજન કરવા લોકલાગણી
સરકારની પાણી સંગ્રહિત કરવા માટેની સુજલામ સુફલામ અંતર્ગત નવા-નવા તળાવો બનાવી તેમજ જૂના તળાવોનું નવસર્જન કરી રહી છે. ત્યારે બીલીમોરા શહેરના ખાલી થયેલા બંને તળાવમાં પણ પાણીનો સંગ્રહ રહે તે માટે યોગ્ય આયોજન કરવું ખુબ જ જરૂરી છે. જેથી નજીકના ભૂગર્ભ જળસ્રોતોમાં ઉંચા રહી શકે અને આકસ્મિક સમયે પાણીનો વપરાશ કરી શકાય. આ બાબતે નગરપાલિકા યોગ્ય આયોજન હાથ ધરી તળાવો નવપલ્લિત થાય એવી લોકલાગણી પ્રસરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.