પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલનો નિર્ણય 16 વર્ષે પણ અભરાઈએ

બીલીમોરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પાલિકાની અંબિકા નદી કાંઠે આવેલી ડમ્પિંગ સાઇટ. - Divya Bhaskar
બીલીમોરા પાલિકાની અંબિકા નદી કાંઠે આવેલી ડમ્પિંગ સાઇટ.
  • બીલીમોરા પાલિકાની ડમ્પિંગ સાઇટ પર ઘન કચરાથી વાતાવરણ દૂષિત

અંબિકા નદી કાંઠે આવેલી બીલીમોરા નગરપાલિકા ની કચરાની ડમ્પિંગ સાઇટના કારણે નદી પ્રદુષિત સાથે ઘન કચરામાંથી ઉઠતા ધુમાડાના કારણે વાતાવરણ પણ પ્રદુષિત થાય છે, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે ત્યારે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.

બીલીમોરા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજિંદા ટનબંધ કચરાને અંબિકા નદી પટ સ્થિત ડમ્પિંગ સાઇટ પર નાંખવામાં આવે છે. ઘર-ઘરથી સુકો-ભીનો કચરો બતાવવા પૂરતો અલગ અલગ લાવવામાં આવે છે. જોકે ડમ્પિંગ સાઇટ ઉપર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. વર્ષ-2005માં નગરપાલિકામાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે નિર્ણયને 16 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી તે કામ અભરાઈ ઉપર છે.

ડંમ્પિંગ સાઇટ ઉપર નિયમોનો છેદ ઉડાડી આગ વડે અકુદરતી રીતે કચરાનો નિકાલ કરાઇ રહ્યો હોવાની શહેરમાં ચર્ચા જાગી છે. અંબિકા નદી કાંઠે તેમજ અનેક ઈંટના ભઠ્ઠાઓ પણ ઈંટ પકવવા માટે કાચી ઈંટોમાં આગ લગાડી વાતાવરણ પ્રદુષિત કરે છે. તેમને જાણે કોઈ નિયમ લાગુ પડતો નહીં હોય એવું પ્રદર્શિત થઈ રહ્યું છે. ડમ્પિંગ સાઈટ ઉપર કચરો સળગતા આગના ધુમાડાના કારણે આસપાસના લોકો તેમજ પુલ ઉપરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓને મુશ્કેલી પડતી હોય છે.

આમ ડમ્પિંગ સાઇટ માથાનો દુ:ખાવો બની ગઈ હતી. આવા ઘન કચરા સહિતના પ્રદુષણ ફેલાવતા એકમો ઉપર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ યોગ્ય કાર્યવાહી કરી પર્યાવરણને બચાવવા યોગ્ય પગલાં ભરે એ સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...