તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસથી વંચિત:બીલીમોરા શહેર 70 હજાર વસતી ધરાવતું હોવા છતાં હજુ પણ કોવિડ હોસ્પિટલની સુવિધાથી વંચિત રહેતા દર્દીઓ પરેશાન

બીલીમોરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીલીમોરા મહત્વનું શહેર હોવા છતાં મેડિકલ સુવિધા બાબતે ઉપેક્ષિત, એકપણ ઓક્સિજન, વેન્ટીલેટરયુક્ત કોવિડ સેન્ટર નથી

બીલીમોરા એ નવસારી બાદ જિલ્લાનું બીજું મોટું શહેર છે, પરંતુ તેમ છતાં તબીબી સુવિધા ક્ષેત્રે ખુબજ ઉપેક્ષિત રહ્યું છે. બીલીમોરા શહેર તેમજ આસપાસ અનેક નાનામોટા ગામડાઓના લોકોએ મેડિકલ સુવિધા માટે બીજા શહેરોમાં જ જવું પડે છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં જિલ્લાનું બીજું મોટું શહેર હોવા છતાં હાલ સુધી એકપણ કોવિડ હોસ્પિટલ બીલીમોરામાં નથી. લોકોએ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. બીલીમોરાની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સુવિધાનો ભારે અભાવ છે. નેતાઓએ સુવિધા આપવા બાબતે બીલીમોરાની અવગણના જ કરી છે.

બીલીમોરા શહેર એ નવસારી જિલ્લાનું મહત્ત્વનું બીજું મોટું શહેર છે. બીલીમોરાના મહત્તમ લોકો મધ્યમવર્ગીય પરિવાર છે. ઘણાં લોકો વ્યવસાય નોકરી માટે બહારગામ અપડાઉન કરે છે. બીલીમોરાની વસતિ અંદાજીત 70 હજારથી વધુ છે તેમજ બીલીમોરાની આસપાસ અનેક નાનામોટા ગામો આવેલા છે. જ્યાના ઘણાં લોકો આજીવિકા અર્થે બીલીમોરા તેમજ અન્ય શહેરોમાં અપડાઉન કરતા હોય છે. બીલીમોરા તેમજ આસપાસના ગામોના લોકો મેડિકલ સહાય માટે બીલીમોરા જ આવતા હોય છે પરંતુ સરકારી બાબુઓ દ્વારા મેડિકલ સુવિધા બાબતે બીલીમોરા ઘોર ઉપેક્ષા જ કરી છે.

હાલ ચાલતી પેંડેમીક પરિસ્થિતિમાં બીલીમોરાના નાગરિકોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નબળી નેતાગીરીને કારણે બીલીમોરામાં હાલ કોઈપણ સક્ષમ કોવિડ હોસ્પિટલ નથી. બીલીમોરા નવસારી બાદ બીજું મોટું શહેર ગણાય છે પરંતુ બીલીમોરામાં નવસારીની સરખામણીએ અડધી પણ મેડિકલ સુવિધા ઉપલબ્ધ નથી. સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રની સુવિધા મળી નથી. બીલીમોરામાં આવેલી સરકારી હોસ્પિટલ જેના પર અનેક લોકો નિર્ભર છે. આ સરકારી હોસ્પિટલમાં બધી જ સુવિધાનો અભાવ જોવા મળે છે.

જઈએ તો આ એક કહેવાતી સરકારી હોસ્પિટલ છે પરંતુ તેમાં કોઈ મહત્ત્વની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. છેલ્લા એક વર્ષથી કોરોના જેવી મહામારીએ લોકોને આર્થિક-સામાજિક બધી રીતે ધ્વંસ્ત કરી નાખ્યા છે. લોકો છેલ્લા એક વર્ષથી ભારે તંગદિલી ભોગવી રહ્યા છે. તેમ છતાં સરકારી તંત્રને કોઈ ફરક પડ્યો નથી. સરકારનું આરોગ્ય વિભાગ જાણે પાંગળું બન્યું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

છેલ્લા એક વર્ષથી વકરતી જતી આ કોરોના મહામારી અંગે તંત્ર કોઈપણ રીતે સજ્જ નથી. હાલ બીલીમોરાની મેંગુષીમાં મહત્વની કોઈપણ સુવિધાઓ નથી. કોવિડ સેન્ટર તરીકે નથી બેડની સુવિધા, નથી ઓક્સિજન પ્લાન્ટની સુવિધા જેના માટે બાટલા પર નિર્ભર છે, કોરોનાના ઇન્જેક્શન દવા શોધવા પડે એવી હાલત, પૂરતો સ્ટાફ નથી, અગત્યનું એવું વેન્ટિલેટર, બાયપેપ તેમજ ડોકટરોની ઘટ કેટલા સમયથી ભરાતી નથી, કોઈ એમ.ડી. (માસ્ટર ઓફ ડાયગ્નોસીસી) ફિઝિશિયન ડોકટર નથી. જેના કારણે બીલીમોરાના લોકોએ પોતાના બિમાર સ્વજનોને લઈને બીજા અન્ય શહેરોમાં દોડવું પડે છે.

જ્યારે ખાનગી હોસ્પિટલવાળા આ તકનો લાભ લઈ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. આ કોરોના પેંડેમીક કાળને એક વર્ષ થયું તેમ છતાં સરકારે કોઈ પણ શીખ લીધી ન હોય તેમ સૌને લાગી રહ્યું છે. જો અગમચેતી રાખી બીલીમોરાની હોસ્પિટલને સાધન અને સેવાથી સજ્જ કરવામાં આવી હોત તો હાલ આ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત થઈ ગઈ હોત તો સારવાર માટે લોકોએ આમતેમ અટવાવું પડ્યું ન હોત.

હજુ પણ નેતાઓ લોકોના ઉપયોગ માટે આ મેંગુષી હોસ્પિટલને ઓક્સિજન, વેન્ટરીલેટર અને સ્ટાફ ડોકટરો થકી સજ્જ કરે તો બીલીમોરા સહિત આજુબાજુના ગામોના લોકોની પરેશાની દુર થઈ શકે છે. ગણદેવી તાલુકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બીલીમોરા પાલિકા હોવા છતાં આરોગ્ય ક્ષેત્રે એકપણ કોવિડ હોસ્પિટલ ન હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે.

ખાનગી સંસ્થાઓ કોવિડ સેવા કાર્યરત કરવા મહેનત કરે છે
હાલ ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ બીલીમોરા અને આજુબાજુના પંથકના લોકોને સગવડતા અર્થે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં બીલીમોરાની મેંગુષી હોસ્પિટલમાં હાલ પ્રસુતિ ગૃહ ખાલી પડ્યું છે. તેમાં વેન્ટિલેટર, ઓક્સિજન, જમવા-રહેવાની અન્ય તમામ સેવાઓ પૂરી પાડવા માટે સદ્દભાવના ટ્રસ્ટ, રામાલક્ષ્મી ટ્રસ્ટ, સહાય ટ્રસ્ટ દ્વારા કોવિડ સેવા કાર્યરત કરવા મહેનત કરવામાં આવી રહી છે.

જેમાં આ સંસ્થા ડોકટરો, મેડિકલ. સ્ટાફ, પેરા મેડિકલ. સ્ટાફ, ઓક્સિજન, વેન્ટીલેટર, બાયપેપ સહિતની તમામ સુવિધા આપવા અંગે તૈયારી દર્શાવી હતી. જો આ સુવિધા જલ્દી શરૂ થાય તો લોકોને રાહત પહોંચે એમ છે. જોકે આ બધી તૈયારી ખાનગી સંસ્થા કરી રહી છે.

સાધન સુવિધા અને નબળી નેતાગીરીને કારણે વિકાસથી વંચિત
બીલીમોરામાં આવેલી સરકારી દવાખાનું મેંગુષી હોસ્પિટલ એ મધ્યમવર્ગીય લોકો અને સામાન્ય તેમજ શ્રમજીવી લોકો માટે આશીર્વાદરૂપ છે. આ હોસ્પિટલનો લાભ બીલીમોરા તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારની પ્રજા લે છે. રોજિંદા 400થી વધુ દર્દીઓ ઓપીડી માટે આવતા હોય છે. તદુપરાંત અનેક કેસો આ સરકારી મેંગુષી હોસ્પિટલમાં આવે છે તેમજ આ હોસ્પિટલ મોટી સરકારી હોસ્પિટલમાં પણ ગણતરી કરવામાં આવે છે. સાધનસુવિધા અને નબળી નેતાગીરીને કારણે હજુ તે વિકાસથી વંચિત રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો