તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બીલીમોરાના રસ્તે માટી બેસી જતા કાર ખૂપી ગઈ

બીલીમોરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા ઓવરબ્રિજમાં નડતરરૂપ પીવાના પાણીની અને ડ્રેનેજની લાઈન શિફટીગ કરવામાં આવી હતી. જે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી લીકેજ થયું હતું. પાણી લીકેજના કારણે તે જગ્યાની માટી બેસી જતા ત્યાંથી પસાર થતી એક સ્વીફ્ટ કારના આગળના ટાયર માટીમાં ખૂંપી જતાં ગાડીને નુકસાન પહોંચ્યું હતું. જે બાદ ભારે જહેમતે ગાડી બહાર કાઢી પાલિકા દ્વારા રીપેરીંગ કામ હાથ ધરાયુ હતું અને લીકેજ રીપેર કરવામાં આવ્યું હતું.

પાણીના લીકેજને કારણે કાદવ કીચડ થઈ જતા રસ્તા લપસણા બન્યા હતા. જોકે પાલિકા દ્વારા સિફટિંગ કરવામાં આવેલ લાઈનમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ સિવાય પણ અન્ય જગ્યાએ પાણીની લાઈન લીકેજ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે પાલિકા આ લિકેજ પણ વહેલી તકે રીપેરીંગ કરી દુરસ્ત કરે તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો