તપાસ:બીલીમોરામાં ડીકંપોઝ હાલતમાં વૃદ્ધાની લાશ મળી

બીલીમોરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા ગાયકવાડ મિલ કમ્પાઉન્ડમાં માનસિક અસ્વસ્થ મહિલાની લાશ ડીકંપોઝ હાલતમાં મળી હતી. આ મહિલા થોડો-થોડ સમય પુત્રી અને પુત્ર સાથે રહેતી હતી. આ ઘટના બાબતે મૃતકની પુત્રીએ બીલીમોરા પોલીસમાં જાણ કરી હતી.

બીલીમોરા ગાયકવાડ મિલ ચાલ વિસ્તારમાં રહેતી સોનલબેન ભીખુભાઇ રાઠોડ (ઉ.વ.40)એ બીલીમોરા પોલીસમાં અરજી ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની માતા કમુબેન ઉર્ફે કુમીબેન નાનુભાઇ રાઠોડ (ઉ.વ. 64) છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બિમારીથી પીડાતી હતી. તેમની માતા કમુબેન કોઈવાર તેમના ઘરે અને કોઈવાર તેમના ભાઈ હરીશભાઇની સાથે રહેતી હતી.

ગત 5મી જૂને બપોર બાદ કમુબેન ઉર્ફે કુમીબેન જયુબિલી તળાવ મોરાઇ માતાના મંદિર પાસે રહેતા હરીશભાઇ રાઠોડના ઘરે જવા સારૂ નીકળી ગયા હતા. તેમની માતા ભાઈના ઘરે પહોંચી ગયા હશે એમ માન્યું હતું. દરમિયાન સોમવારે તેમની માતા કમુબેન ઉર્ફે કુમીબેનની લાશ ગાયકવાડ મિલના મેદાનમાં ડીકંપોઝન હાલતમાં મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...