તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:બીલીમોરા મુખ્ય રેલવે ફાટક આગામી 6 દિવસ બંધ રહેશે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેવર બ્લોક અને ટ્રેક સુધારણા કાર્ય હાથ ધરાયું

બીલીમોરા મુખ્ય રેલવે ફાટક નંબર 108 પર રેલવેના ફાટક વચ્ચેના માર્ગ પરના પેવર બ્લોક અને ટ્રેક દુરસ્તીની કામગીરી કરવાની હોય જેને પગલે મુખ્ય ફાટક આગામી 12મી જુલાઈ સોમવાર સુધી બંધ રહેશે. બીલીમોરાની 108 નંબર મુખ્ય રેલ્વે ફાટક પર માર્ગ અને ટ્રેક દુરસ્તીની કામગીરી કરવામાં આવવાની હોવાથી આગામી 7 દિવસ 12મી જુલાઈ સુધી આ ફાટક વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે. બીલીમોરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી આ ફાટક પરથી રોજિંદા હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે.

ફાટક બંધ હોય ત્યારે નાના વાહનો રેલવે અંડરપાસમાંથી પસાર થઈ શકે છે પરંતુ મોટા વાહનોએ ફરજીયાત આ જ ફાટકનો ઉપયોગ કરવો પડે છે. રેલવે માર્ગ દુરસ્તીના કારણે 10 દિવસ ફાટક બંધ રહેતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. વધુમાં ચીમોડિયા નાકા પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય આ માર્ગ પરથી વાહનનોની અવર જવર થઈ શકતી નથી તેમજ ચીમોડિયા નાકા ગણદેવી માર્ગ પાસે માર્ગ બંધ છે તેમજ ચિમોડિયા નાકા પાસેના સ્થાનિકો ત્રાસી ગયા છે. હાલ પૂર્વ-પશ્ચિમ તરફ આવન જાવન માટે આ મુખ્ય રેલવે ફાટક જ કાર્યરત છે., જેના પર હાલ કામ ચાલી રહ્યું છે. હવે મોટા વાહનોના આવન જાવન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...