કામગીરી:બીલીમોરા ચિમોડીયા નાકા ફાટક 13મી ઓકટોબર સુધી બંધ રહેશે

બીલીમોરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 દિવસ સુધી પેવર બ્લોક અને ટ્રેક સુધારણા કામગીરી

બીલીમોરા ચિમોડિયા નાકા રેલવે ફાટક નંબર-109 પર રેલવેના ફાટક વચ્ચેના માર્ગની અને ટ્રેક દુરસ્તીની કામગીરી કરવાની હોય જેને પગલે મુખ્ય ફાટક આગામી 13મીને બુધવાર સુધી બંધ રહેશે. જેને પગલે રેલવે અંડરપાસ તેમજ મુખ્ય ફાટક પર ટ્રાફિકનું ભારણ વધશે. બીલીમોરાની ચિમોડિયા નાકા રેલવે ફાટક નંબર-109 માર્ગ અને ટ્રેક દુરસ્તીની કામગીરી કરવામાં આવવાની હોવાથી આગામી 8 દિવસ 13મી ઓકટોબર સોમવાર સુધી આ ફાટક વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે. બીલીમોરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી મુખ્ય ફાટક અને ચિમોડિયા નાકા ફાટક પરથી રોજિંદા હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે.

ફાટક બંધ હોય ત્યારે નાના વાહનો રેલવે અંડરપાસમાંથી નીકળી શકતાં હોય છે. જયારે મોટા વાહનોએ ફરજીયાત ફાટકનો જ ઉપયોગ કરવો પડે છે. આ ફાટક બંધ રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. વધુમાં ચીમોડિયા નાકા પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય આ માર્ગ પરથી વાહનનોની અવરજવર થઈ શકતી નથી. ચિમોડિયા નાકા ગણદેવી માર્ગ પર પણ આવન જાવનમાં ભારે તકલીફ આવી રહી છે. ચિમોડિયા નાકા પાસેના સ્થાનિકો ઓવરબ્રિજની ધીમી કામગીરી ત્રાસી ગયા છે. હાલ પૂર્વ પશ્ચિમ તરફ આવન-જાવન માટે ચિમોડિયાં નાકા અને મુખ્ય રેલવે ફાટક જ કાર્યરત છે.

હવે મોટા વાહનોના આવન જાવન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. હાલ વરસાદે પોરો ખાધો છે પરંતુ આ ચોમાસાની ઋતુમાં જો ધોધમાર વરસાદ વર્ષે તો હાલ કાર્યરત એકમાત્ર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જાય તો વાહનનું આવન જાવન મુશ્કેલભર્યું બને ત્યારે થોડા થોડા સમયે રેલવે દ્વારા આવી કામગીરીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે આ ચિમોડિયા નાકા રેલવે ટ્રેકની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

બીજી તરફ રેલવે સ્ટેશનની દક્ષિણે દેસરા જનતાનગર ફાટક નં.107 પણ ઓવરબ્રિજ બાંધકામ ને કારણે બંધ હાલતમાં છે. ચિમોડિયા નાકા ફાટક બંધ રહેતા હવે મુખ્ય ફાટક નં.108 પર ટ્રાફિકનું ભારણ વધશે. લોકોને ટ્રાફિકને કારણે હાલાકી વેઠવી પડશે ત્યારે ફાટક કામગીરી વેળાસર થાય તો જ લોકોને ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...